અમદાવાદ, 2 મેઃ GCCI બિઝનેસ વુમન કમિટીએ તારીખ 1લી મે, 2024ના રોજ “જુહી ચાવલા સાથે “રેંદેવુ વિથ જુહી ચાવલા” અંતર્ગત એક વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

જુહી ચાવલાએ મુખ્ય પ્રવચનમાં ફિલ્મ ઉદ્યોગમાં તેઓની સફર અને એક ઉદ્યોગસાહસિક તેમજ રમતગમતના પ્રમોટર તરીકે અને વિવિધ પર્યાવરણીય બાબતોને ટેકો આપવા બાબતે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દરેક ઉદ્યોગ સાહસિક માટે ખાસ પડકાર પોતાની વિવિધ ભૂમિકાઓને સંતુલિત કરવા અને દરેક ભૂમિકામાં શ્રેષ્ઠતા સાબિત કરવા વિશે વધુ છે. તેઓએ BWC સભ્યોને તેમની ઉદ્યોગસાહસિક યાત્રા માટે અભિનંદન પાઠવ્યા હતા અને કોઈના વ્યક્તિગત અથવા સામાજિક દરજ્જા થી ઉપર ઉઠી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ સફળ થવાની અનેકવિધ તકો વિષે વાત કરી હતી.

BWC કોચેરપર્સન બીંજન શેઠે મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા, સશક્તિકરણ અને સુવિધા આપવા માટે બિઝનેસ વુમન કમિટીની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો અને ખાસ નોંધ લીધી હતી કે પ્રખ્યાત અભિનેત્રી જુહી ચાવલાની ઉપસ્થિતિ અને તેઓ સાથેની વાતચીત સભ્યો માટે ખૂબ જ પ્રેરણાદાયક સાબિત થશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જુહી ચાવલા સાથે વાર્તાલાપ વુમન એન્ટરપ્રિન્યોર સભ્યોને તેઓની પોતાની મહિલા ઉદ્યોગ સાહસિક તરીકેની ભૂમિકા બાબતે વધુ સમજ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે.

આ પ્રસંગે બોલતા BWCના સભ્ય આશા વઘાસિયાએ GCCI તેમજ BWCની અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.  મુખ્ય વક્તા જુહી ચાવલાનો પરિચય આપતા BWCના કો.ચેરપર્સન પ્રાચી પટવારીએ તેઓની એક સફળ એક્ટર તેમજ એક આંત્રપ્રેન્યોર, સ્પોર્ટ્સ પ્રમોટર અને પર્યાવરણ અંગે એક જાગૃત નેતૃત્વ તરીકેની કારકિર્દી વિશે વાત કરી હતી. BWC ના ચેરપર્સન શ્રીમતી કાજલ પટેલે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. BWC ના સભ્ય સુશ્રી શાલુ લેખડિયા દ્વારા આભાર વિધિ બાદ આ વાર્તાલાપ પૂરો થયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)