વૈશ્વિક શેરબજારોની સ્થિતિ

શુક્રવારે અમેરિકાનો ડાઉ જોન્સ 33213.55ના સ્તરે બંધ રહ્યો. આ આંકે દૈનિક 1.76%,સાપ્તાહિક 6.24% અને માસિક 0.71%નો વધારો નોંધાવ્યો છે. નાસદાકે દૈનિક 3.33% અને સાપ્તાહિક 6.84%ના ગેઇન સાથે 12131.13 બંધ આપ્યુ પણ એ માસિક ધોરણે 1.65% ડાઉન જ રહ્યો છે. એસએન્ડપી-500 દૈનિક 2.47% વધી 4158.23 બંધ  રહ્યો અને સાપ્તાહિક 6.58% તેમ જ માસિક 0.64%ના સુધારા સાથે અમેરિકન આંકો મંદીની ટેરીટરીમાં છે. ડો જોન્સના દૈનિક ચાર્ટ પરની લેટેસ્ટ રેસિસ્ટન્સ લાઇન સોમવારે 32131ના સ્તરે છે. નાસ્ડેક ગુરૂવારના ટોપના 11796ના લેવલ સુધી આવીને પાછો સુધરવા લાગે તો તેજી આગળ વધશે પણ 11400 તોડે તો મંદી આગળ વધશે એવો વ્યુ રાખવો.

સેન્સેક્સ નિફ્ટીની રૂખ

સેન્સેક્સ દૈનિક 1.17% અને સાપ્તાહિક 1.03% વધી 54884.66 બંધ રહ્યો છે, પરંતુ માસિક ધોરણે 3.81 ટકા ડાઉન છે. સેન્સેક્સ 56010 વટાવે નહીં ત્યાં સુધી ટ્રેન્ડ મંદીનો સમજવો. 53400ના સ્ટોપલોસનું કડક પાલન કરવું. નિફ્ટીમાં કડક સ્ટોપલોસનું સ્તર 15900 અને બેન્ક નિફ્ટીના સ્ટોપલોસ 34000નો સમજવો. 28641.60ના સ્તરે બંધ રહેલ નિફ્ટી આઇટી આંક હજૂ શોર્ટેસ્ટ ટર્મની સપોર્ટ લાઇનના 29112થી નીચે છે, જોકે આ આંક હાયર બોટમ બનાવી વચગાળાનું ટોપ ક્રોસ કરીને ટ્રેન્ડ રિવર્સલનો સંકેત ન આપે ત્યાં સુધી તેજી ન કરવી.

કોમોડિટીઝ એટ એ ગ્લાન્સ

  • ગોલ્ડ કોમેક્સ વાયદામાં દૈનિક 0.53% વધીને 1857.3 ડોલરની સપાટીએ અને ચાંદી કોમેક્સ 0.60% વધીને 22.095 ડોલર રહી હતી. સાપ્તાહિક ધોરણે આ ચાંદી વાયદો 1.95% અને ગોલ્ડ વાયદો 0.83%નો સુધારો દર્શાવતા હતા.

ક્રિપ્ટો કરંટ ઓફ ધ વીક

  • ક્રિપ્ટો કરંસીઓ પર નજર કરીએ તો છેલ્લે  બિટકોઇન આશરે 28786.9(દૈનિક 0.69%+,સાપ્તાહિક  4.90%- અને માસિક 23.57%-) બોલાતો હતો. 69000ના ઐતિહાસિક ટોપથી આ લોકપ્રિય ક્રિપ્ટો કરંસી અંદાજે 60 ટકા ડાઉન છે.  લાઇટ કોઇન  62.7 અને એથેરિયમ  1759.75 જેવા હતા.

ક્રૂડ કરન્ટ ઓફ ધ વીક

નાયમેક્સ ક્રુડ વાયદો લાઇટ ક્રુડ ઓઇલ ફ્યુચર દૈનિક 0.86% સુધરી 115.07 બોલાતો હતો. માર્ચ માસનું 130.50 ડોલરનું ટોપ પહેલું અવરોધ લેવલ ગણાય. તે પછી 143.67નો ઓલ ટાઇમ હાઇ રેસીસ્ટન્સ પૂરવાર થાય. 92 ડોલરને સપોર્ટ લેવલ સમજીને ચાલવું.