RIL એક વર્ષમાં રૂ. 2930 સુધી જઇ શકેઃ ફન્ડામેન્ટલ્સ SMCની નજરે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ | છેલ્લો બંધઃ 2428 | ટાર્ગેટઃ 2930 | ટાઇમ ફ્રેમઃ 12 માસ |
વેલ્યૂ પેરા મીટર્સ
ફેસ વેલ્યૂ | રૂ. 10 |
52 વીક હાઇ/લો | 2855/1906 |
ઇપીએસ | રૂ. 86.35 |
પીઇ રેશિયો | 28.12 |
પ્રાઇસ/BV રેશિયો | 2.11 |
ડિવિડન્ડ યિલ્ડ | 0.33 |
કંપનીએ આગલાં ક્વાર્ટરની સરખામણીએ પેટ્રો કેમિકલ્સ અને રિટેલ તેમજ ડિજિટલ સેગ્મેન્ટમાં સારી વૃદ્ધિ નોંધાવી છે. 4QFY-2022 દરમિયાન, વ્યૂહાત્મક રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે અને
ભાવિ વૃદ્ધિને આગળ વધારવા માટે તેના વ્યવસાયોમાં ભાગીદારી અને ડિજિટલ સેવાઓ
દ્વારા વ્યવસાય વ્યાપક આધારિત અને નફાકારક વૃદ્ધિ હાંસલ કરી છે. રિટેલ બિઝનેસની કુલ આવક રૂ. 58,017 કરોડ નોંધાવી છે. કંપનીએ સાર્વત્રિક ધોરણે 23.3 ટકાની વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ ક્લોવિયાને હસ્તગત કરી છે.
કંપનીની કામગીરીઃ હાઇલાઇટ્સ
- કંપનીએ ઉત્કૃષ્ટ નાણાકીય કામગીરી હાંસલ કરી છે
- ડિજિટલ અને રિટેલ સેગમેન્ટ્સમાં O2C બિઝનેસમાં આકર્ષક વૃદ્ધિ
- લોકડાઉન પછી જિયો અને રિટેલમાં જંગી મૂડીરોકાણ અને બિઝનેસ વૃદ્ધિ
ટાર્ગેટ ફોર ધ યરઃ 8 થી 10 મહિનાની સમયમર્યાદામાં રૂ.2934નો ભાવ જોવા મળે તેવો આશાવાદ
નાણાકીય દેખાવઃ એટ એ ગ્લાન્સ
રૂ. કરોડ | વાસ્તવિક | વાસ્તવિક | અંદાજિત |
વિગત | માર્ચ-21 | માર્ચ-22 | માર્ચ-23 |
આવકો | 466924 | 699962 | 800532 |
Ebitda | 80737 | 110460 | 147928 |
નેટ ઇન્કમ | 43486 | 57869 | 83002 |
EPS (રૂ.) | 67.47 | 86.61 | 122.25 |
BVPS | 1104.47 | 1152.06 | 1273.69 |
RoE | 7.54% | 7.82% | 9.85% |