દિલ્હી, 25 ઓક્ટોબર: ભારતની અગ્રણી બી2બી રિ-કોમર્સ કંપની રોકિંગડીલ્સ સર્ક્યુલર ઇકોનોમી તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા અંદાજે રૂ. 25 કરોડ ઊભા કરવાની (રૂ. 4.80 કરોડના સફળ પ્રી-આઇપીઓ રાઉન્ડ સહિત) તથા નવેમ્બર 2023માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ફરિદાબાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની અનબોક્સ્ડ, એક્સેસ ઇન્વેન્ટરી અને રિફર્બિશ્ડ પ્રોડક્ટ્સમાં સોર્સિંગ સ્પેશિયાલિસ્ટ છે તથા દેશભરમાં ઉપસ્થિતિના વિસ્તરણ અને બ્રાન્ડ પાર્ટનરશીપમાં વધારો કરતાં આગામી બે વર્ષમાં બમણી વૃદ્ધિનું લક્ષ્ય ધરાવે છે. કંપની ચાર વેરહાઉસ ધરાવે છે તથા ઉત્તર-પૂર્વ ભારતમાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાની યોજના ધરાવે છે.

કંપનીએ સપ્ટેમ્બર, 2023માં એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું હતું તથા બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 15,00,000 ઇક્વિટી શેર્સ ઓફર કરવાની યોજના છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર: કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડની નિયુક્ત કર્યાં છે તેમજ ઇશ્યૂના રજીસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે.

આરડીસીઇએલના પ્રમોટર અને મેનેજિંગ ડાયરેક્ટર અમન પ્રિતે જણાવ્યુ કે, “વૈશ્વિક સ્તરે સરકારો, કોર્પોરેટ્સ અને બ્રાન્ડ્સ નિકાલ અને ઈ-કચરો ઘટાડવા તેમજ રાઇટ ટુ રિપેર મૂવમેન્ટને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે – ભલે તે એસેસરીઝ, સ્પેરપાર્ટ્સ અથવા તો 5-7 વર્ષ માટે સોફ્ટવેર અપડેટ્સ ઓફર કરવાના સંદર્ભમાં હોય કેમ ન હોય. અમે એક બિઝનેસ મોડલ બનાવ્યું છે જેનું વિશ્વભરમાં સરળતાથી અનુકરણ કરી શકાય છે – ત્રણ સ્તંભો પર આધારિત – વિશ્વસનીય બોન્ડ જોડાણો, મજબૂત વિસ્તરણ નેટવર્ક અને સૌથી અગત્યનું શોપિંગ અનુભવમાં વધારો કરે તે રીતે ઓફરની કિંમત નક્કી કરવાની ક્ષમતા. અમે સતત નવા બજારોમાં વિસ્તરણ કરી રહ્યા છીએ અને આગામી બે વર્ષમાં અમારી ટોપલાઈન ચારગણી કરવા માટે વિશ્વાસ ધરાવીએ છીએ.

રોકિંગડીલ્સ સર્ક્યુલર ઇકોનોમી લિમિટેડ (આરડીસીઇએલ) ફરિદાબાદમાં હેડક્વાર્ટર ધરાવતા રોકિંગડીલ્સ ગ્રૂપનો હિસ્સો છે, જે બી2બી સોર્સિંગથી લઇને બી2સી રિટેઇલિંગમાં ઉપસ્થિતિ ધરાવે છે. કંપનીની સ્થાપના ફર્સ્ટ-જનરેશન આંત્રપ્રિન્યોર અમન પ્રિત દ્વારા કરાઇ હતી, જેમણે એક દાયકા પહેલાં મોબાઇલ ફોન કેટેગરીમાં ઓર્ગેનાઇઝ્ડ સેકંડ્સ કેટેગરીનો ખ્યાલ રજૂ કર્યો હતો. હાલમાં તેઓ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે. આરડીસીઇએલ રોકિંગડીલ્સ રિટેઇલ નેટવર્ક માટે એકમાત્ર સોર્સિંગ પાર્ટનર છે. વધુમાં તે દેશભરમાં મોટા અને નાના વેન્ડર્સને તેની પ્રોડક્ટ્સનું પણ વેચાણ કરે છે.