રુદ્ર ગેસ એન્ટરપ્રાઇઝે સેબીમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 6 ઓક્ટોબરઃ અમદાવાદ સ્થિત રુદ્ર ગેસ એન્ટરપ્રાઇઝ લિમિટેડે 22.47 લાખ શેર્સના SME IPO આઇપીઓ માટે સિક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. રુદ્ર ગેસ અગ્રણી EPC કંપની છે, જે દેશના 15 રાજ્યોમાં સિટી ગેસ પાઇપલાઇન ઇન્સ્ટોલેશનના બિઝનેસમાં કાર્યરત છે. વર્ષ 2015થી કંપની ટોરેન્ટ ગેસ, રાજસ્થાન સ્ટેટ ગેસ, થિંક ગેસ વગેરે જેવી લગભગ તમામ સિટી ગેસ કંપનીઓ સાથે કામ કરી રહી છે તથા સિટી ગેસ નેટવર્ક ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ તેમજ સીએનજી અને સિટી ગેસ સ્ટેશનના બાંધકામ માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પૂરા પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. કંપનીના પ્રમોટર કુશ પટેલ અને કશ્યપ પટેલ છે, જેમણે પીડીઇયુ યુનિવર્સિટીમાંથી પેટ્રોલિયમ એન્જિનિયરીંગ કર્યું છે તેમજ ઓઇલ અને ગેસ બિઝનેસમાં બહોળો અનુભવ ધરાવે છે.