અમદાવાદઃ ભારતીય શેરબજારો માટે સંવત 2078 કોઈ ખાસ લાભકારક રહ્યું નથી. પ્રથમ છ માસમાં કોવિડની અસર, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ફુગાવો, બેન્કોનું આકરૂ વલણ સહિતના અનેક પડકારોએ બજારોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. તેમ છતાં, વૈશ્વિક બજારોની તુલનાએ છેલ્લા એક વર્ષમાં નિફ્ટી 5.4 ટકા સુધર્યો હતો. જ્યારે ડાઉ જોન્સ 13.4 ટકા અને નાસ્ડેક 28 ટકા ઘટ્યો હતો.

જે તંદુરસ્ત રિટેલ અને HNIનો ટેકો, SIPs અને લમસમ ઇનફ્લોના વિસ્તરણ દ્વારા પ્રોત્સાહન દર્શાવે છે. ફાઇનાન્શિયલ, એન્જિનિયરિંગ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર જેવા ક્ષેત્રો આગળ જતાં ફોકસમાં રહેશે. અમે આગામી 1 વર્ષમાં મિડ-કેપ મજબૂત રીતે સુધારાનો આશાવાદ છે.

નિફ્ટી ટાર્ગેટ 20,000 રિલાયન્સ સિક્યુરિટીઝના મતે: નિફ્ટી હાલમાં 20xની એવરેજ સામે FY24Eની કમાણી 18.4x પર ટ્રેડ કરે છે. આવકોમાં રિકવરી ટકાઉ રહેવાની શક્યતા સાથે નિફ્ટી નાણાકીય વર્ષના અંત સુધીમાં 10 ટકા અને સંવત 2079માં 14 ટકા રિટર્ન આપશે.

જો કે, યુએસએ બોન્ડ યીલ્ડમાં તીવ્ર વધારો, ફેડની કડક નાણાકીય નીતિ અને એલિવેટેડ ફુગાવો નજીકના ગાળામાં વૈશ્વિક બજારોની અનિશ્ચિતતાઓ અસર કરશે. સંભવિત વૈશ્વિક મંદી હોવા છતાં, નિફ્ટીની કમાણી FY22-FY24E દરમિયાન યોગ્ય 10% CAGR પર રહેવાનો અંદાજ છે. નિફ્ટીની લાંબા ગાળાની 1 વર્ષની ફોરવર્ડ એવરેજ P/E 19.5x છે અને મધ્યમ ગાળાની એવરેજ P/E 21x છે. નાણાકીય વર્ષના અંત સુધીમાં નિફ્ટી 19,000 થવાનો ટાર્ગેટ જાળવી રાખીએ છીએ, સંવત 2079માં 20000 થવાનો લક્ષ્યાંક છે.

આ શેર્સ કરશે આઉટપર્ફોર્મન્સઃ એસ્કોર્ટ્સ-કુબોટા (Escorts-Kubota), વરૂણ બેવરેજીસ (Varun Beverages), Uno Minda (યુનો મિન્ડા) અને વોલ્ટાસ (Voltas)

દિવાળીમાં ધ્યાનમાં રાખવા જેવા શેર્સ

સ્ક્રિપ્સભાવટાર્ગેટઉછાળો (%)
CEAT1,4931,63510
Crompton Consumer38847523
Escort Kubota1,9772,25014
Infosys1,5041,73515
KEC International43652120
Larsen & Toubro1,9182,12511
UltraTech Cement6,3477,67521
UNO Minda54463517
Varun Beverages9991,0808
Voltas8751,11027

(સ્રોત: RSec Research; Note: ભાવ 18 ઓક્ટોબર,2022ના છે.)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)