સંસેરા દ્વારા MMRFIC ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડમાં વ્યૂહાત્મક રોકાણ માટે નિશ્ચિત કરાર
અમદાવાદ, 30 માર્ચઃ સંસેરા દ્વારા MMRFIC ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડ (MMRFIC)માં વ્યૂહાત્મક રોકાણ માટે નિશ્ચિત કરાર કરવામાં આવ્યા છે. MMRFIC સંશોધન, ડિઝાઈન અને ઉત્પાદન કંપની છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે મશીન લર્નિંગનો લાભ લઈને અને હાઈબ્રિડ બીમ રચવાની ક્ષમતાઓ સાથેનાં એમએમ- વેવ સેન્સર્સ દ્વારા ભાવિ પેઢીના રડારો માટે સબ- સિસ્ટમ્સ નિર્માણ કરે છે.
સાનસેરા CCPS દીઠ રૂ. 1240ના પ્રીમિયમ સાથે પ્રત્યેક રૂ. 100ના 1,49,250 CCPS થકી અને શેર દીઠ રૂ. 599ના પ્રીમિયમ સાથે પ્રત્યેક રૂ. 1ના 17 ઈક્વિટી શેર થકી MMRFICમાં રૂ. 200 મિલિયનનું રોકાણ કરશે. ઈક્વિટી ટકાવારી નાણાકીય વર્ષ 2024ની EBITDAને આધારે CCPSના કન્વર્ઝન પર નક્કી કરાશે. 2024ની ઈબીઆઈટીડીએની ધારણાને આધારે આ રોકાણ MMRFICમાં આશરે 21 ટકા હિસ્સામાં પરિણમશે. સનસેરાને પૂર્વનિર્ધારિત મૂલ્યાંકન ફોર્મ્યુલા પર વધુ રોકાણ કરવાનો અને તેનો હિસ્સો 51 ટકા સુધી વધારવાનો અધિકાર રહેશે.
MMRFIC ટેકનોલોજી પ્રા. લિ.ના સ્થાપક, સીઈઓ અને સીટીઓ સરવના જીએ જણાવ્યું હતું, અમે આ વ્યવહાર થકી સંસેરા એન્જિનિયરિંગ સાથે ભાગીદારી જોડાણ થકી અમારા વૈશ્વિક સ્પર્ધાત્મક સ્થાનને ટેકો આપીને અને અમારો સ્તર અને પહોંચક્ષમ બજારને વધારીને MMRFICને નોંધપાત્ર ભાવિ વૃદ્ધિ અને મૂલ્ય નિર્મિતીની તકો પૂરી પાડવાનું અપેક્ષિત છે.