નવી દિલ્હી, 30 માર્ચ: ભારતપે ગ્રુપે વિમેન આંત્રપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે જેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતની મહિલા સાહસિકોને તેમની આત્મનિર્ભરતા અને વ્યવસાય વૃદ્ધિની યાત્રામાં સક્ષમ બનાવવાનો છે. આ ભાગીદારીનો હેતુ એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે જે ભારતના વિવિધ ભાગોમાંથી મહિલા ઉદ્યોગસાહસિકોને એકસાથે લાવે છે અને તેમને જરૂરી ડોમેન નોલેજ તેમજ તેમના વ્યવસાયિક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે જરૂરી નાણાંકીય અને તકનીકી જ્ઞાનથી સજ્જ કરે છે. મુખ્યત્વે તેના પ્રકારના પ્રથમ એગ્રીગેટર પ્લેટફોર્મના વિકાસની સુવિધા પૂરી પાડવા પર ધ્યાન આપશે જે પીઅર સપોર્ટ, મેન્ટરશિપ, નેટવર્કિંગ ચેનલો અને શીખવાની વિશાળ શ્રેણીની ઍક્સેસ આપે છે.

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મિનિસ્ટ્રી દ્વારા છઠ્ઠી આર્થિક વસ્તી ગણતરી અનુસાર, ભારતમાં કુલ ઉદ્યોગસાહસિકોમાં માત્ર 13.76% મહિલાઓનો સમાવેશ થાય છે, જે કુલ 58.5 મિલિયન ઉદ્યોગસાહસિકોમાંથી 8.05 મિલિયન છે. આ આંકડો દર્શાવે છે કે મહિલા સાહસિકોને સશક્ત બનાવવાની જરૂર છે જેથી તેઓ તેમના સપનાં પૂરા કરી શકે.

ભારતપેના સીએફઓ અને વચગાળાના સીઈઓ નલિન નેગીએ જણાવ્યું કે, ભારતમાં મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતાનું પ્રમાણ વધારવા માટે વિપુલ સંભાવનાઓ રહેલી છે.એક ઈન્ડસ્ટ્રી રિપોર્ટ મુજબ, ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકો 2030 સુધીમાં 150-170 મિલિયન નોકરીઓ સર્જી શકે છે, જે નોકરી-ધંધા કરતા વયજૂથની વસ્તી માટે જરૂરી નવી નોકરીઓના 25% કરતા વધુ છે.