એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડની નવી એસઆઇપીમાં 39% વૃદ્ધિ
- AAUMમાં રૂ. 6 લાખ કરોડને વટાવનાર સૌપ્રથમ ફંડ હાઉસ
- FY 21-22 દરમિયાનમાં નવી SIPમાં 39%નો વધારો
- બજાર હિસ્સો 16.43%, છેલ્લા એક દાયકામાં સૌથી વધુ
- 19.7% બજાર હિસ્સા સાથે B30 સ્થળોએ સૌથી મોટી ખેલાડી
SBI મ્યુચ્યુઅલ ફંડએ નાણાકીય વર્ષ (FY) 21-22 (જાન્યુઆરી 1, 2022ના રોજ)માં 30 લાખથી વધુ નવી SIPs નોંધી છે, જેણે નાણાકીય વર્ષ 20-21ની સરખામણીમાં પહેલાથી જ 39%થી વધુની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. ફંડ હાઉસને વર્તમાન નાણાકીય વર્ષમાં SIP ની સરેરાશ ટિકિટ કદ આશરે રૂ. 2,500 સાથે સરેરાશ માસિક SIP પ્રવાહ રૂ. 1,800 કરોડથી વધુનો મેળવ્યો છે. SBI મ્યુચ્યુઅલ ફંડે અનેક ટાયર 2 સ્થળોએ નવી શાખાઓ ખોલવા સાથે દેશમાં તેની હાજરી વધારી છે. ફંડ હાઉસે રોગચાળાના છેલ્લાં બે વર્ષમાં સમગ્ર દેશમાં રોકાણકારો પાસેથી SIP દ્વારા રોકાણ મેળવ્યું છે. જેમાં પ્રવર્તમાન નાણાંકીય વર્ષમાં ઉત્તરમાં (25%), પૂર્વમાં (22%), પશ્ચિમમાં (25%) અને દક્ષિણમાં (28%)માં લગભગ સમાન વૃદ્ધિ થઇ છે. સક્રિય SIPમાં 37%ની વૃદ્ધિ સાથે SBI મ્યુચ્યુઅલ ફંડ B30 સ્થળોએ 19.7% બજારહિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ 21-22માં પણ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે રૂ.6 લાખ કરોડની AAUMને વટાવનાર પ્રથમ ફંડ હાઉસ જેવા અન્ય મુખ્ય લક્ષ્યો હાંસલ કર્યા હતા, જે 24%ની વૃદ્ધિ (Q3 સુધી) દર્શાવે છે જે ટોચની AMCsમાં સૌથી વધુ છે અને છેલ્લા દાયકામાં ઉદ્યોગમાં અત્યાર સુધીનો સૌથી વધુ બજાર હિસ્સો 16.43% છે. સતત રોકાણકારોની જાગરૂકતાની પહેલો અને કેટલીક ખૂબ જ યોગ્ય બજાર ઓફરિંગની શરૂઆતથી હાલના અને નવા રોકાણકારો બંને સાથે બ્રાન્ડના માઈન્ડશેર વધારવામાં મદદ મળી છે. ફંડ હાઉસે SBI બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ (રૂ. 14,691 કરોડ એકત્ર કરતા) સાથે ઓપન-એન્ડેડ એક્ટિવ ઇક્વિટી કેટેગરીમાં સૌથી વધુ મોબિલાઇઝેશન એકત્ર કર્યું હતું અને પછી SBI મલ્ટિકેપ ફંડ (રૂ. 8,095 કરોડ એકત્ર કરતા) સાથે મલ્ટિકેપ કેટેગરીમાં સૌથી વધુ એકત્રીકરણ કર્યું હતું.