Baap of Chart પર સેબીએ પ્રતિબંધ મૂક્યો, રૂ. 17કરોડથી વધુ રિફંડ આપવા નિર્દેશ
અમદાવાદ, 26 ઓક્ટોબરઃ ઈન્વેસ્ટમેન્ટ એડવાઝરી ફર્મ બાપ ઓફ ચાર્ટ (Baap of Chart)ને છેતરપિંડી બદલ પેનલ્ટી ફટકારવાની સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાપ ઓફ ચાર્ટના માલિક અને ફિનફ્લુન્સર મોહમ્મદ નસીરુદ્દીન અંસારીને અનરજિસ્ટર્ડ અને કપટપૂર્ણ ગેરકાયદેસર એડવાઈઝરી સેવાઓ આપવા બદલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ એસ્ક્રો એકાઉન્ટમાં રૂ. 17.20 કરોડથી વધુ જમા કરવા આદેશ આપ્યો છે.
તેમને આગામી આદેશો સુધી સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશવા પર પણ રોક લગાવવામાં આવી છે.
નિયમનકારે રોકાણકારોના હિતમાં કોઈપણ વધુ છેતરપિંડી અથવા નોંધણી વગરની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અને આવા પ્રમાણિત કથિત ગેરકાયદે લાભ પર રોક લગાવતા વચગાળાનો આદેશ આપ્યો છે.
25 ઓક્ટોબરે પસાર કરાયેલા એક આદેશમાં, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “નોટીસ નંબર 1 (મોહમ્મદ નસીરુદ્દીન અંસારી), 2 (રાહુલ રાવ પદમતી) અને 5 (ગોલ્ડન સિન્ડિકેટ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ)ને શેરોમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિક્યોરિટીઝનું વેચાણ અથવા ટ્રાન્જેક્શન આગળના આદેશો સુધી પ્રતિબંધિત કર્યા છે. નોટિસ નંબર 1, 2 અને 5 ની કોઈપણ એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ કોન્ટ્રેક્ટમાં કોઈ ઓપન પોઝિશન હોય, તો આ ઓર્ડરની તારીખથી, તેઓ આ ઓર્ડરની તારીખથી 3 મહિનાની અંદર આવી ઓપન પોઝિશનને બંધ કરી શકે છે અથવા આ કરારની સમાપ્તિ જે વહેલું હોય તે મુજબ બંધ કરવાના રહેશે. ઉપરોક્ત નોટિસી નંબર 1, 2 અને 5 ને આ ઓર્ડરની તારીખે ટ્રેડિંગ બંધ થતાં પહેલાં થયેલા વ્યવહારો, જો કોઈ હોય તો, પે-ઇન અને પે-આઉટ જવાબદારીઓનું સમાધાન કરવાની પરવાનગી છે.”