અમદાવાદ, 14 મેઃ

સેબીએ અગાઉ SME IPOમાં ભાવની હેરાફેરી અંગેની ચેતવણીઓ જારી કર્યા પછી કડક કાર્યવાહી હાથ ધરી છે. સેબી દ્વારા જારી કરાયેલી એકાઉન્ટિંગ ફ્રોડની શ્રેણી એસએમઇ શેરમાં ધમધમતી તેજી માટે વધુ એક જોખમ ઊભું કરે છે.

વરેનિયમ ક્લાઉડ લિમિટેડ અને એડ-શોપ ઇ-રિટેલ લિમિટેડ – બંને એસએમઇ લિસ્ટેડ કંપનીઓ સામે સેબી દ્વારા જારી કરાયેલા પ્રારંભિક આદેશો અનુસાર, તેમના શેરમાં નફાને પ્રોત્સાહન આપવા માટે તેમના નાણાકીય નિવેદનોમાં છેડછાડ કરી હોવાનું જણાયું હતું. બંને કંપનીઓ અને તેમના સ્થાપકોને દેશના મૂડી બજારમાં વ્યવહાર કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.

રેગ્યુલેટર દ્વારા આ વર્ષની શરૂઆતમાં નાના IPOમાં ભાવની હેરાફેરી અંગેની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. નિષ્ણાતો એવી ચેતવણી ઊચ્ચારી રહ્યા છે કે, આ ફક્ત આઇસબર્ગની ટોચ છે. ઓછા નિયમોનો હેતુ સારી ગુણવત્તાવાળા SMEsને બજારમાં આકર્ષવા માટે હતો, તેના બદલે નિયમોનો ખોટી રીતે દુરુપયોગ કરીને કંપનીઓ અને પ્રમોટર્સ તેમના રોટલા શેકીને રોકાણકારોને રડાવી રહ્યા હોવાનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે.

સેબીના જણાવ્યા અનુસાર બંને કિસ્સાઓમાં, સ્થાપકોએ તપાસ હેઠળના સમયગાળા દરમિયાન કંપનીઓમાં તેમનો હિસ્સો ઘટાડ્યો હતો. તેના તારણો ઓછા પાલન આવશ્યકતાઓને કારણે આ સેગમેન્ટમાં કિંમતમાં ઘાલમેલના જોખમો પ્રત્યે લાખો વેપારીઓની નબળાઈને રેખાંકિત કરે છે. સેબી હવે એસએમઇ IPO માટેના ઉત્સાહને અંકુશમાં લેવાના પ્રયાસો હાથ ધરે છે.

આ વર્ષની શરૂઆતમાં, નિયમનકારોએ IPO પહેલાના વેચાણના ઉન્માદને શાંત કરવા માટે ઇક્વિટી બજારોના ધિરાણ પર કબજો જમાવ્યો હતો. તેમ છતાં, 2024ની શરૂઆતથી 102 સોદાઓની કિંમત સામે પ્રશ્નાર્થ ખડા થયેલા છે અને આ બે કંપનીઓના જેવા બીજા 10 કેસ અને આ પરપોટો ફૂટશે. તેવી નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. ઇક્વિટી હોય કે, આઇપીઓમાં મોટા ભાગના રોકાણકારો આંખ બંધ કરીને આવા નાના પબ્લિક ઑફરિંગમાં તેમના નાણાં ગુમાવી રહ્યા હોવાની બાબત હવે ચગડોળે ચડી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)