બોર્ડે એ રૂ 410 મિલિયનના પ્રેફરન્શિયલ કન્વર્ટિબલ વોરંટ ઇશ્યુને મંજૂરી આપી. કંપની રૂ 12.95 પ્રતિ શેરના 31.7 મિલિયન કન્વર્ટિબલ્સ વોરંટ ઇશ્યૂ કરશે

અમદાવાદ, 11 એપ્રિલ: અમદાવાદ સ્થિત સેલવિન ટ્રેડર્સ લિમિટેડે પટેલ એન્ડ પટેલ ઈ-કોમર્સ એન્ડ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડમાં વ્યૂહાત્મક રોકાણ કરવા માટે શેર ખરીદી કરારમાં પ્રવેશ કર્યો છે. સેલવિન ટ્રેડર્સ પટેલ અને પટેલ ઈ-કોમર્સ એન્ડ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના કુલ પેઈડ-અપ શેર મૂડીના 66.67% શેર હસ્તગત કરવા સંમત થયા છે. સેલવિન ટ્રેડર્સ લિમિટેડ દ્વારા રોકાણ રોકાણ કરનાર કંપની સાથે ભાવિ બિઝનેસ પ્રોજેક્ટના સંરેખણમાં છે.

પટેલ એન્ડ પટેલ ઇ-કોમર્સ એન્ડ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ હાલ સોફ્ટવેર ડિઝાઇનિંગ, ડેવલપમેન્ટ, કસ્ટમાઇઝેશન, ઇમ્પ્લિમેન્ટેશન, મેઇન્ટેનન્સ, ટેસ્ટિંગ અને બેન્ચમાર્કિંગ, ડિઝાઇનિંગ, ડેવલપિંગ અને કમ્પ્યૂટર સોફ્ટવેર તથા સોલ્યુશન્સમાં ડીલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

કંપનીએ 7 માર્ચ, 2024ના રોજ યોજાયેલી મીટિંગમાં કંપનીના ઇક્વિટી શેર્સના સ્વરૂપમાં કુલ પેઇડ-અપ શેર કેપિટલના 60 ટકા હસ્તગત/સબ્સ્ક્રાઇબ કરીને મણિભદ્ર એગ્રો પ્રાઇવેટ લિમિટેડમાં વ્યૂહાત્મક રોકામ માટે શેર પરચેઝ અગ્રીમેન્ટ પણ કર્યો છે. મણિભદ્ર એગ્રો પ્રાઇવેટ લિમિટેડ હાલ એગ્રીકલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

સેલવિન ટ્રેડર્સ લિમિટેડ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સની જોગવાઈઓ મુજબ ઇશ્યૂ પ્રાઇઝના 25 ટકા મળવા પર પ્રેફરન્શિયલ એલોટમેન્ટના સ્વરૂપે વોરંટ દીઠ રૂ. 12.95ની ઇશ્યૂ પ્રાઇઝ પર કેશમાં વોરંટ દીઠ એક ઇક્વિટી શેરને સબ્સ્ક્રાઇબનો અધિકાર ધરાવતા નોન પ્રમોટર કેટેગરીની વ્યક્તિઓને 3,17,80,000 કન્વર્ટિબલ વોરન્ટ્સ ફાળવવાને મંજૂરી આપી દીધી છે. કંપની પ્રેફરન્શિયલ વોરન્ટ્સ ઇશ્યૂથી રૂ. 410 મિલિયનથી વધુ એકત્રિત કરશે.

તાજેતરમાં કંપનીએ જાહેરાત કરી કે સેલવિન ટ્રેડર્સ લિમિટેડે આગામી બે વર્ષમાં શાહ મેટાકોર્પ લિમિટેડ (બીએસઈ અને એનએસઈ લિસ્ટેડ કંપની)માં લગભગ રૂ. 200 મિલિયનનું રોકવાનો નિર્ણય લીધો છે. આ વ્યૂહાત્મક રોકાણ કંપનીની લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચનાઓ સાથે જોડાયેલું છે અને મેટલ ઉદ્યોગમાં આકર્ષક તકોનો લાભ લેવાનો ઉદ્દેશ ધરાવે છે. આ રોકાણનો શાહ મેટાકોર્પ લિમિટેડના વિસ્તરણ પહેલને સમર્થન આપવા, ઉત્પાદન ક્ષમતા વધારવા, રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષમતાઓને મજબૂત બનાવવા તેમજ નવા માર્કેટ સેગમેન્ટને શોધવા માટે ઉપયોગ કરવામાં આવશે. શાહ મેટાકોર્પ લિમિટેડ સાથે ભાગીદારી કરીને અમે સિનર્જીનો લાભ લેવા, ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા તેમજ અમારા શેરધારકો માટે મૂલ્ય સર્જન કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)