બેન્કિંગ શેરોમાં તેજીના સથવારે Sensex 69000 ક્રોસ, આ શેરોમાં રોકાણ કરવા નિષ્ણાતોની સલાહ
અમદાવાદ, 5 ડિસેમ્બરઃ શેરબજારમાં તેજીના ઘોડાપુરમાં બાકાત રહેલ બેન્કેક્સ પણ આજે શામેલ થયો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં વોલ્યૂમ વધતાં S&P Bankex આજે 53458.17ની ઐતિહાસિક ટોચે પહોંચવા સાથે બીએસઈ સેન્સેક્સ 69381.31ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે.
નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ દિવસ દરમિયાન 1600 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાવી જુલાઈ 2023માં બનેલા 46369 માર્કસના અગાઉના હાઈને વટાવીને 46484ની નવી લાઈફ ટાઈમ હાઈ પર પહોંચવામાં સફળ રહ્યો હતો. બેન્કિંગ ઈન્ડેક્સ છેલ્લા બે અઠવાડિયામાં અંડરપરફોર્મ કરી રહ્યો હતો અને આજની રિકવરીમાં વધારો થયો છે. શેરબજારમાં એકંદરે તમામ સેક્ટર્સના ઘણા શેરોમાં તેજી જોવા મળી છે.
મોતિલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝના એમડી અને સીઈઓ અજય મેમણે જણાવ્યું હતું કે, રાજ્યની ચૂંટણીઓમાં ભાજપના મજબૂત પ્રદર્શનને પગલે બેન્કિંગ શેરોમાં નવી ખરીદી જોવા મળી હતી જેણે 2024માં બીજેપી સત્તાની અપેક્ષાને પ્રોત્સાહન આપ્યું છે. ભારત માટે મેક્રો અને પોલિસી વેગ પણ પોઝિટીવ છે. આ ક્ષણે, મજબૂત જીડીપી ગ્રોથ અને કોર્પોરેટ કમાણી મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ વૃદ્ધિ જોઈ રહી છે. પરિણામે નાણાકીય અને બેન્કિંગ પ્રવૃત્તિઓને વેગ મળી શકે છે.
Bank Of Baroda: બેન્ક ઓફ બરોડાનો શેર આજે ઈન્ટ્રા ડે 214.60ની ટોચે પહોંચ્યો હતો. જે તેની વાર્ષિક ટોચ 219.60ની નજીક છે. સપ્ટેમ્બરમાં બીઓબીનો શેર 17.31 ટકા ઉછળ્યા બાદ નવેમ્બર સુધી કરેક્શન મોડ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે, ડિસેમ્બરની શરૂઆતથી તેમાં તેજી જોવા મળી છે. જે નવી રેકોર્ડ ટોચે પહોંચવાના આશાવાદ સાથે રોકાણકારોને નીચા ભાવે ખરીદી કરવા સલાહ છે.
ICICI Bank Stock High: આઈસીઆઈસીઆઈ બેન્કનો શેર આજે 1015.70ની છ વર્ષની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. જે હાલ 2.45 ટકા ઉછાળા સાથે 1014.90 પર કારોબાર થઈ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્કનો શેર અગાઉ 2014માં ત્રિપલ ડિજિટ અર્થાત 1000થી વધુના ભાવે ટ્રેડેડ હતો. બીએસઈ સેન્સેક્સ પેકમાં ઉછાળાનું એક કારણ આઈસીઆઈસીઆઈના મજબૂત વોલ્યૂમ પણ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં શેર અત્યારસુધી 13.83 ટકા, જ્યારે બે માસમાં તેની 898ની બોટમથી 13.03 ટકા ઉછાળા સાથે શોર્ટ ટર્મ મલ્ટીબેગર સ્ટોક બન્યો છે. રૂપક ડેએ 1030નો ટાર્ગેટ મૂક્યો છે.
PNB: Punjab national Bankનો શેર આજે 85.80ની વર્ષની ટોચે પહોંચ્યો છે. પંજાબ નેશનલ બેન્કે અપસાઇડ પર સિમેટ્રિક ટ્રાયએંગલ બ્રેકઆઉટ આપ્યું છે, જે શેરમાં પોઝિટીવ ટ્રેન્ડ સૂચવે છે. બ્રેકિંગ આઉટ વોલ્યુમ વધી રહ્યું છે. આનો અર્થ એ છે કે ટ્રેડરો આક્રમક રીતે સ્ટોકમાં પોઝિશન લઈ રહ્યા છે.
મોમેન્ટમ ઇન્ડિકેટર MACD હકારાત્મક ક્રોસઓવર દર્શાવે છે, જે ખરીદી અંગે સૂચન આપે છે.