DateOpenHighLowClose
16/06/202362,960.7363,520.3662,957.1763,384.58
19/06/202363,474.2163,574.6963,047.8363,168.30
20/06/202363,176.7763,440.1962,801.9163,327.70
21/06/202363,467.4663,588.3163,315.6263,523.15
22/06/202363,601.7163,601.7163,200.6363,238.89
23/06/202363,124.2863,240.6362,874.1262,979.37

અમદાવાદ, 23 જૂનઃ એશિયન બજારોમાં નબળા વલણ અને વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે પીછેહટની આગેકૂચ જોવા મળી હતી. શુક્રવારે સેન્સેક્સ 259.52 પોઈન્ટ ઘટી 62979.37 અને નિફ્ટી50 105.75 પોઈન્ટ ઘટી 18665.50 પર બંધ રહ્યો હતો. જેના કારણે બે દિવસમાં રોકાણકારોની મૂડી બે દિવસમાં 4.89 લાખ કરોડનું ધોવાણ થયું છે. સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે 406 પોઇન્ટનું કરેક્શન નોંધાવ્યું છે.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
LGBBROSLTD1,041.15+101.70+10.83
GILLETTE4,828.00+249.05+5.44
DCMSHRIRAM916.80+51.60+5.96
AUROPHARMA699.00+27.80+4.14
NATCOPHARM675.70+48.75+7.78

ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની જાહેરાત તેમજ વૈશ્વિક સ્તરે મંદીની ભીતિ વચ્ચે એશિયન, યુરોપિયન બજારો રેડ ઝોનમાં રહ્યા હતા. NSE નિફ્ટી 105.75 પોઈન્ટ ઘટાડા સાથે 18,665.50 બંધ રહેવા સાથે 18700નું સપોર્ટ લેવલ તોડ્યું હતું.  સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 22 નેગેટીવ અને 8 પોઝિટીવ રહી હતી. ઈન્ડસઈન્ડ, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ, એનટીપીસી, એચસીએલ ટેક્, એચડીએફસી અને સન ફાર્મા 0.29 ટકાથી 2.76 ટકા સુધી સુધર્યા હતા.

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
BAJAJHIND16.02-0.87-5.15
HCC19.87-1.24-5.87
PEL882.55-47.15-5.07
ADANIENT2,233.10-162.80-6.79
RAJESHEXPO544.65-28.55-4.98

માર્કેટબ્રેડ્થ અને સેન્ટિમેન્ટ બન્ને ખરડાયા

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3610 પૈકી 1174 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 2291 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે જ રીતે સેન્સેક્સ પેકની સાત સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી ઇન્ડસ ઇન્ડ બેન્ક 2.76 ટકા, ભારતી એરટેલ 1.60 ટકા અને એશિયન પેઇન્ટ 1.53 ટકા સુધારા સાથે મુખ્ય રહ્યા હતા. જ્યારે 23 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. તે પૈકી તાતા મોટર્સ, એસબીઆઇ, પાવરગ્રીડ, તાતા સ્ટીલ, ઇન્ફોસિસ, અલ્ટ્રાટેક, લાર્સનમાં એક ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો.