187 પોઇન્ટના ઘટાડા સાથે સેન્સેક્સે 61000 પોઇન્ટની સપાટી ગુમાવી

7 ટકાનો કડાકો અદાણી ગ્રીન, 4 ટકાનો ઘટાડો અદાણી એન્ટર.ના શેરમાં

18107.85 ની સપાટીએ બંધ રહ્યો નિફ્ટી -57.50ના ઘટાડા સાથે

20 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો સેન્સેક્સ પેકની કુલ 30 સ્ક્રીપ્સ પૈકી

53.20 ટકા સ્ક્રીપ્સમાં બીએસઇ ખાતે ઘટાડો, માર્કેટબ્રેડ્થ નેગેટિવ

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં વોલ્યૂમ્સ- વોલેટિલિટી અને ઇન્વેસ્ટર્સ ઇન્ટરેસ્ટ ધીરે ધીરે સંકડાઇ રહ્યા હોય તેમ એક દિવસ જોવા મળતો સુધારો બીજાં દિવસે સાફ થઇ સાથે માર્કેટમાં માત્ર સ્ટોક સ્પેસિફક ચાલ જોવા મળી રહી છે. એફપીઆઇ, ડીઆઇઆઇ, એચએઆઇ ઇન્વેસ્ટર્સ જાણે સુસ્ત બની ગયા હોય તેમ સંખ્યા બંધ સેક્ટોરલ્સમાં પણ વધઘટ સંકડાયેલી જોવા મળી રહી છે. સેન્સેક્સ એક દિવસ હાયર હાઇ હાયર લોની પોઝિશન બનાવે છે તો બીજાં દિવસે લોઅર હાઇ લોઅર લોની પોઝિશન બનાવી રહ્યો છે. ગુરુવારે સેન્સેક્સ 187.31 પોઇન્ટની પીછેહટ સાથે 60858.43 પોઇન્ટનીસપાટીએ બંધ રહેવા સાથે ફરી એકવાર 61000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી નીચે બંધ રહ્યો હતો. તો નિફ્ટી-50 પણ 57.50 પોઇન્ટના ઘટાડા સાથે 18107.85 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ, માર્કેટ સેન્ટિમેન્ટ ફરી સાવચેતીનું

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301020
બીએસઇ362615821929

પાવર ઇન્ડેક્સમાં એક ટકાથી વધુ ઘટાડો

વિવિધ સેક્ટોરલ્સ પૈકી એકમાત્ર પાવર ઇન્ડેક્સ 1.02 ટકા ઘટ્યો હતો. બાકીના તમામ સેક્ટોરલ્સમાં એક ટકાથી નીચી વોલેટિલિટી રહેવા સાથે વોલ્યૂમ્સ સંકડાયેલા રહ્યા હતા.

અદાણી ગ્રીન 7 ટકા એન્ટરપ્રાઈસ 4 ટકા તૂટ્યા

અદાણી એન્ટરપ્રાઇસિસના એફપીઓની આજે થયેલી જાહેરાતના પગલે અદાણી જૂથના અગ્રિમ શેર્સમાંથી આજે રોકાણકારોની એક્ઝિટ જોવા મળી હતી. તેના કારણે અદાણી ગ્રીન 6.88 ટકા અને અદાણી એન્ટરપ્રાઇસિસ 3.72 ટકા તૂટ્યા હતા. જ્યારે અદાણી વિલ્મર 1.41 ટકા, અદાણી પોર્ટ 1.29 ટકા અને અદાણી પાવર 0.29 ટકા ઘટ્યા હતા. સામે અદાણી ટોટલ 1.16 ટકા અને અદાણી ટ્રાન્સમિશન 0.77 ટકા સુધર્યા હતા.

અદાણી ગ્રીન1950.90-6.88
અદાણી એન્ટર.3461.60-3.72
અદાણી વિલ્મર558.15-1.41
અદાણી પોર્ટ776.05-1.29
અદાણી પાવર277.90-0.29
અદાણી ટોટલ3848.701.16
અદાણી ટ્રાન્સ2725.000.77