Mamaearthના મજબૂત પરિણામોના પગલે શેર 20% ઉછળ્યો, જાણો આગામી રણનીતિ
અમદાવાદ, 23 નવેમ્બરઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયર બ્રાન્ડ મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમરના મજબૂત પરિણામોના પગલે આજે શેરમાં 20 ટકા અપર સર્કિટ વાગી છે.
હોનાસા કન્ઝ્યુમરનો શેર બીએસઈ ખાતે 19.99 ટકા ઉછાળા સાથે 422.50ના સ્તરે પહોંચી સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. આ સાથે હોનાસાએ પોતાના નિરાશાજનક લિસ્ટિંગને આશાનું કિરણમાં તબદીલ કર્યુ છે. 324ની ઈશ્યૂ પ્રાઈસ સામે 30.40 ટકા વધ્યો છે.
મજબૂત ગ્રોથ વોલ્યૂમના પગલે હોનાસા કન્ઝ્યુમરની આવક 21 ટકા વધી રૂ. 496 કરોડે પહોંચી છે. જ્યારે તેનું Ebitda માર્જિન 170 bps વાર્ષિક ધોરણે વધીને 8.1% થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 94 ટકા વધ્યો છે.
કંપનીના સીઈઓ અને ચેરમેન વરુણ અલઘે જણાવ્યું હતું કે, FY24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) યુનિકોર્નની આવક 33% વધી હતી જ્યારે ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) ઉદ્યોગની સરેરાશ વૃદ્ધિ 9% હતી. વૃદ્ધિ અને કંપનીના નફાકારકતા પોર્ટફોલિયોમાં સતત સુધારો જોવા મળ્યો છે. અમારો બિઝનેસ H1FY24માં 33 ટકા Y-o-Y વૃદ્ધિ પામ્યો છે જે ભારતમાં FMCG કંપનીઓની સરેરાશ વૃદ્ધિ કરતાં 3.8 ગણો છે.”
કંપનીનું ઑફલાઇન ડિસ્ટ્રિબ્યુશન વાર્ષિક ધોરણે 47% વધીને 1,65,937 આઉટલેટ્સ થયું છે. વિદેશી બ્રોકરેજ જેફરીઝે જણાવ્યું હતું કે હોનાસા કન્ઝ્યુમરે ટોપલાઇન અને માર્જિન બંને પર મજબૂત Q2નો અહેવાલ આપ્યો છે. 1Qથી વૃદ્ધિમાં ઘટાડા પાછળ મેનેજમેન્ટે તેને ERP ચેન્જઓવરને જવાબદાર ગણાવી હતી. તેથી, પ્રથમ છ માસમાં 35% ગ્રોથ જોવા મળ્યો છે. નવી બ્રાન્ડ્સ સારી રીતે વધી રહી છે, જે ₹1.5 બિલિયન ARRને પાર કરનારી ચોથી બ્રાન્ડ છે. મેનેજમેન્ટ વૃદ્ધિ અને માર્જિન બંને પર આત્મવિશ્વાસ ધરાવતું હોવાથી શેરમાં વધારાની શક્યતા છે. જેફરીઝે હોનાસા કન્ઝ્યુમર પર ‘બાય’ રેટિંગ જાળવી રાખતા ટાર્ગેટ પ્રાઈસ અગાઉના ₹520થી વધારીને ₹530 પ્રતિ શેર કર્યો છે, જે બુધવારના બંધ ભાવથી 50% ઉછાળો દર્શાવે છે.