સંયુક્ત સાહસ પ્લાન્ટ માટે જમીન સંપાદન કામગીરી પૂર્ણ કરી

વાર્ષિક ત્રણ લાખ ક્યુબિક મીટરની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપશે

અમદાવાદ: એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સિયામ સિમેન્ટ ગ્રુપ (એસસીજી) સાથે તેના સંયુક્ત સાહસ માટે જમીન સંપાદન કામગીરી સંપન્ન કરી છે. કંપનીએ એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ માટે વાર્ષિક ત્રણ લાખ સીબીએમનો પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતમાં અમદાવાદ નજીકના ખેડા જિલ્લાના કપડવંજ ખાતે જમીન હસ્તગત કરી છે. પ્લાન્ટ કેલેન્ડર વર્ષ 2023માં વ્યાપારી ઉત્પાદન શરૂ કરે તેવી ધારણા છે. એસસીજી અને બિગ બ્લોક વચ્ચેના સંયુક્ત સાહસે સિયામ સિમેન્ટ જૂથ તરફથી ભારતમાં પ્રથમ એફડીઆઈ માટે ગુજરાતની પસંદગી કરી છે.

SCG ઈન્ટરનેશનલ જોઈન્ટ વેન્ચરમાં 48% હિસ્સો ધરાવે છે

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ 52% હિસ્સો ધરાવે છે

બિગબ્લોકની સંકલિત ક્ષમતા 13.75 લાખ ઘન મીટર થશે

એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન,જે એક પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સપ્લાય ચેઇન કંપની છે (20 દેશોમાં હાજરી સાથે) અને 27 બિલિયન અમેરિકી ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા આસિયાનના અગ્રણી બિઝનેસ ગ્રુપ એસસીજી ગ્રૂપનો ભાગ છે તે સંયુક્ત સાહસમાં 48% હિસ્સો ધરાવે છે અને બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ તેમાં 52% હિસ્સો ધરાવે છે. પ્રોજેક્ટમાં કુલ રૂ. 65 કરોડના રોકાણનો અંદાજ છે. ભારતમાં એસસીજી દ્વારા રચવામાં આવેલ આ પ્રથમ સંયુક્ત સાહસ છે.

આ અંગે અંગે ટિપ્પણી કરતાં બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નરેશ સાબૂએ જણાવ્યું હતું કે, કંપનીએ એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન સાથે કપડવંજ ખાતેના જોઇન્ટ વેન્ચર પ્લાન્ટ માટે જમીન સંપાદન અને અન્ય જરૂરી કામગીરી પૂરી કરી લીધી છે. પ્રથમ તબક્કામાં તે એએસી બ્લોક અને એએલસી પેનલ્સ માટે વાર્ષિક 3 લાખ સીબીએમ પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. કંપનીને વિશ્વાસ છે કે કેલેન્ડર વર્ષ 2023માં પ્લાન્ટમાંથી વ્યવસાયિક ઉત્પાદન શરૂ થઈ જશે. સંયુક્ત સાહસના બંને પક્ષકારોની મંજૂરીને આધીન પ્રોજેક્ટને બીજા તબક્કામાં વાર્ષિક 5 લાખ સીબીએમ સુધી વિસ્તારી શકાય છે. 2015 માં સ્થાપિત બિગબ્લોક કન્સ્ટ્રક્શનની ક્ષમતા વાર્ષિક 5.75 લાખ સીબીએમ છે. વાડા ખાતે વાર્ષિક 5 લાખ સીબીએમ સાથે વિસ્તરણ સુનિશ્ચિત મુજબ ચાલુ છે અને કંપની ટૂંક સમયમાં વ્યાપારી ઉત્પાદનની અપેક્ષા રાખે છે.

અમદાવાદ નજીક ખેડા જિલ્લામાં જમીન સંપાદન પૂર્ણ

વર્ષ 2023માં વ્યવસાયિક કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર અને સીએફઓ મોહિત સાબૂએ જણાવ્યું હતું કે બંને વિસ્તરણ પૂર્ણ થયા પછી કંપનીની કુલ ક્ષમતા વાર્ષિક 13.75 લાખ સીબીએમ સુધી વધશે. કંપની વિસ્તરણ પછી દર વર્ષે લગભગ 3 લાખ ટન કાર્બન ક્રેડિટ જનરેટ કરવાની અપેક્ષા રાખે છે.

એસસીજીઇન્ટરનેશનલ કોર્પ (SCG INTL) એ ભારતમાં તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની,એસસીજી ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા 2018થી કામ કરવાનું શરૂ કર્યું છેજે બિલ્ડીંગ મટિરિયલ્સ,પેકેજિંગ બિઝનેસ અને સિરામિક/ઔદ્યોગિક સપ્લાયના સોર્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.