SME IPO Calendar
સ્કાર્નોસ ઇન્ટરનેશનલનો આઇપીઓ 14 જૂને ખુલશે
રો કોટન, કોટન ગાંસડીઓ, યાર્નની વૈવિધ્યકૃત ટ્રેડિંગ એક્ટિવિટી સાથે સંકળાયેલી કંપનીએ હવે વિવિધ જોબ વર્ક મારફત રેડિમેડ ગાર્મેન્ટ્સ ઉત્પાદન શરૂ કર્યું છે. જેમાં પ્રિન્ટેડ ફેબ્રિક્સ અને સોલિડ ડાઇડ ફેબ્રિક્સનો ઉપયોગ કરે છે. વેલ્યૂ એડિશન ધરાવતાં ગાર્મેન્ટ્સ ઉપરાંત કંપની એમ્બ્રોઇડરી, હેન્ડ એમ્બ્રોઇડરી અને હેન્ડવર્કમાં નિપુણતા ધરાવે છે. કંપની લેટેસ્ટ ટ્રેન્ડ, ફેશન અને લાઇફ સ્ટાઇલને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોડક્ટ રેન્જ તૈયાર કરવાની ખૂબી પણ ધરાવે છે.
ઇશ્યૂ ઓબ્જેક્ટીવઃ કાર્યકારી મૂડી જરૂરિયાતો સંતોષવા તેમજ અન સિક્યોર્ડ લોન ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
ઇશ્યૂ ખૂલશે | 14 જૂન |
ઇશ્યૂ બંધ થશે | 17 જૂન |
પ્રાઇસ બેન્ડ | 100 |
મિનિમમ એપ્લિકેશન | 2000 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 1200000 શેર્સ |
માર્કેટ લોટ | 1 શેર |
લિસ્ટિંગ | બીએસઇ |
લીડ મેનેજર | ફીનશોર મેનેજમેન્ટ સર્વિસિસ |
પોષ્ટ ઇશ્યૂ પ્રમોટર્સ હોલ્ડિંગ | 61.9 ટકા |
ઇશ્યૂ રજિસ્ટ્રાર | કેમિઓ કોર્પોરેટ સર્વિસિસ, ચેન્નાઇ |
પ્રમોટર્સ | હીતેશ લૂનલા, શાહ વિમલકુમાર મિસરીલાલ |
એડ્રેસઃ સન સ્ક્વેર, હોટલ નેસ્ટ પાસે, સીજી રોડ, નવરંગ પુરા, અમદાવાદ
ગોએલ ફુડ પ્રોડક્ટ્સનો આઇપીઓ તા. 15 જૂને ખુલશે
31 જાન્યુઆરી-1996ના રોજ ઇન્ડિયન સ્નેક્સ અને સ્વીટ્સ ઉત્પાદન સાથએ શરૂ થયેલી કંપની એક દાયકાથી વધુ અનુભવ ધરાવે છે. કંપની સંખ્યાબંધ ઇવેન્ટ મેનેજમેન્ટ પણ કરી ચૂકી છે. કંપનીએ 2009માં કેટરિંગ બિઝનેસમાં પણ ઝંપલાવેલું છે. તે ઉપરાંત કોલકાતામાં એક બેન્ક્વેટ હોલ પણ ખોલ્યો છે. હાલમાં કંપની 8 બેન્ક્વેટ હોલ્સ અને 2 સ્વીટ અને સ્નેક શોપ્સ ધરાવે છે. એક હોટલ અને ગેસ્ટહાઉસ પણ ધરાવે છે.
ઇશ્યૂ ઓબ્જેક્ટીવઃ કાર્યકારી મૂડી જરૂરિયાતો અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે
ઇશ્યૂ ખૂલશે | 15 જૂન |
ઇશ્યૂ બંધ થશે | 20 જૂન |
પ્રાઇસ બેન્ડ | 72 |
ઇશ્યૂ સાઇઝ | 1001600 |
મિનિમમ અરજી | 2000 શેર્સ |
માર્કેટ લોટ | 1 |
લિસ્ટિંગ | બીએસઇ |
લીડ મેનેજર | ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસિસ |
પોષ્ટ ઇશ્યૂ પ્રમોટર્સ હોલ્ડિંગ | 73.36 ટકા |
ઇશ્યૂ રજિસ્ટ્રાર | બીગશેર સર્વિસિસ પ્રા. લિ., મુંબઇ |
પ્રમોટર્સ | દિનેશ ગોયલ, હીલ્ટોપ હેલ્થ સેન્ટર |
એડ્રેસઃ ગોલાઘાટા રોડ, કોલકાતા, પશ્ચિમ બંગાળ