SME IPO Listing: શેરબજારમાં કડાકા વચ્ચે 2 SMEનું લિસ્ટિંગ, એકમાં અપર તો બીજામાં લોઅર સર્કિટ
અમદાવાદ, 16 એપ્રિલઃ શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં કરેક્શનના માહોલ વચ્ચે આજે બે એસએમઈએ લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં એક એસએમઈ આઈપીઓનું પોઝિટીવ જ્યારે એકનું નેગેટીવ લિસ્ટિંગ નોંધાયું છે.
DCG Cables & wires IPO
ડીસીજી કેબલ્સ એન્ડ વાયર્સના આઈપીઓએ આજે એનએસઈ એસએમઈ ખાતે રૂ. 100ની ઈશ્યૂ પ્રાઈસ સામે 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં 5 ટકા લોઅર સર્કિટ સાથે 85.50ની રેકોર્ડ બોટમે પહોંચ્યો હતો. જેમાં રૂ. 5.76 કરોડના ટ્રેડિંગ વોલ્યૂમ નોંધાયા હતા. ગ્રે માર્કેટમાં ડીસીજી કેબલ્સના આઈપીઓ માટે કોઈ પ્રીમિયમ જોવા મળ્યા ન હતાં.
કંપનીએ રૂ. 100ની ઈશ્યૂ પ્રાઈસ હેઠળ એસએમઈ આઈપીઓ મારફત રૂ. 49.99 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. જે કુલ 16.96 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ પોર્શન 21.70 ગણો અને અન્ય 11.53 ગણા સબ્સક્રિપ્શન નોંધાયા હતા.
Teerth Gopicon IPO
ગ્રે માર્કેટમાં રૂ. 20 અર્થાત 18 ટકા પ્રીમિયમ બોલાઈ રહેલા તીર્થ ગોપિકોનના એસએમઈ આઈપીઓએ આજે 12.61 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું હતું. એનએસઈ એસએમઈ ખાતે રૂ. 111ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 125એ લિસ્ટેડ થયા બાદ 5 ટકા અપર સર્કિટ સાથે 131.25ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો.
કંપનીએ રૂ. 111ની ઈશ્યૂ પ્રાઈસ અંતર્ગત 44.40 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. ઈશ્યૂ કુલ 75.54 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 44.33 ગણી અરજી કરી હતી. જ્યારે અન્ય કેટેગરીમાં 97.12 ગણો ભરાયો હતો.
ગ્રીનહાઈટેક વેન્ચર્સનો ઈશ્યૂમાં કોઈ રોકાણ નહિં
ગ્રીનહાઈટેક વેન્ચર્સ લિ.ના એસએમઈ આઈપીઓમાં રોકાણ કરવાની આજે છેલ્લી તક છે. કંપની રૂ. 50ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 6.30 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. ઉલ્લેખનીય છે, કે, 12 એપ્રિલે રોકાણ માટે ખૂલેલા આ ઈશ્યૂમાં અત્યારસુધી કોઈ રોકાણકારે રૂચિ દર્શાવી હતી. જે 0 ટકા સબ્સક્રાઈબ થયો છે. જેની પાછળનું કારણ નબળા ફંડામેન્ટલ્સ અને મોટાભાગના બ્રોકરેજ હાઉસની અવગણવાની સલાહ હોઈ શકે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)