અમદાવાદ, 2 એપ્રિલઃ મુંબઈ સ્થિત રિટેલ ફર્નિચર અને ફિટિંગ કંપની નમન ઈન સ્ટોર (ઈન્ડિયા) લિમિટેડનો એસએમઈ આઈપીઓ આજે 40 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. એનએસઈ એસએમઈ ખાતે નમન ઈન સ્ટોરે રૂ. 89ની ઈશ્યૂ પ્રાઈસ સામે 40.44 ટકા પ્રીમિયમે રૂ. 125ના સ્તરે લિસ્ટેડ થયો હતો. બાદમાં વધી 125.90 થયો હતો. જો કે, પ્રોફિટ બુકિંગ વધતાં 5 ટકા લોઅર સર્કિટ સાથે 118.75 પર સ્થિર થયો હતો.

નમન ઈન સ્ટોરે એસએમઈ આઈપીઓ મારફત રૂ. 25.35 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી પણ રૂ. 7.22 કરોડ એકત્રિત કર્યા હતા. ગ્રે માર્કેટમાં રૂ. 45 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જે ઈશ્યૂ પ્રાઈસ સામે 51 ટકા પ્રીમિયમે લિસ્ટિંગની શક્યતા દર્શાવી હતી. ઈશ્યૂને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ક્યુઆઈબી પોર્શન 109.75 ગણો, એનઆઈઆઈ 528.12 ગણો અને રિટેલ 328.80 ગણો ભરાયો હતો. આ સાથે કુલ 309.03 ગણો સબ્સક્રાઈબ થયો હતો.

કંપની રિટેલ ફર્નિચર અને ફિટિંગ સેગમેન્ટમાં રિટેલ આઉટલેટ અને વિવિધ ઉદ્યોગોમાં રિટેલ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની ઓફિસ, બ્યુટી સલોન, કિચન, શૈક્ષણિક સંસ્થાઓ સહિત ઉદ્યોગોમ માટે મોડ્યુલર ફર્નિચર ઉત્પાદિત કરે છે. કંપનીના માથે કુલ રૂ. 31.66 કરોડનું (30 સપ્ટેમ્બર-23) દેવુ છે. આવકો અને નફો છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત વધ્યા છે.

TAC Infosec અને રેડિયોવાલા એસએમઈ ઈશ્યૂ આજે બંધ થશે

વિગતTAC InfosecRadiowala
ક્યુઆઈબી7.737.61
એનઆઈઆઈ201.89125.05
રિટેલ238.45178.63
કુલ164.70118.23

ટીએસી ઈન્ફોસેક અને રેડિયોવાલાનો એસએમઈ ઈશ્યૂમાં રોકાણ કરવાની આજે છેલ્લી તક છે. ટીએસી ઈન્ફોસેક રૂ. 106ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 29.99 કરોડ, જ્યારે રેડિયોવાલા રૂ. 76ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 14.25 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. TAC Infosec IPO માટે ગ્રે માર્કેટમાં રૂ. 125 (118 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. રેડિયોવાલા માટે રૂ. 40 ગ્રે પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે લિસ્ટિંગ 53 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)