SME IPO This Week: એસએસઈ સેગમેન્ટના સાત આઈપીઓનું લિસ્ટિંગ આ સપ્તાહે, 2 IPO ખૂલશે
અમદાવાદ, 16 માર્ચઃ આ સપ્તાહે એસએમઈ સેગમેન્ટના સાત આઈપીઓ લિસ્ટિંગ કરાવશે. જ્યારે બે નવા આઈપીઓ લોન્ચ થશે. વિશ્વાસ એગ્રી સીડ્સ રૂ. 25.80 કરોડ અને Chatha Foods રૂ. 34 કરોડનો આઈપીઓ ઈશ્યૂ લાવી રહી છે. ગત સપ્તાહે સાત આઈપીઓ યોજાયા હતા. જેમાંથી કેપી ગ્રીન અને ઈન્ફુઝ સોલ્યુશન્સ, અને એન્સેર કોમ્યુનિકેશન્સનો ઈશ્યૂ 19 માર્ચે બંધ થશે. અને લિસ્ટિંગ 22 માર્ચે થશે.
વિશ્વાસ એગ્રી સીડ્સ આઈપીઓઃ અમદાવાદ બાવળા સ્થિત વિશ્વાસ એગ્રી સીડ્સ રૂ. 25.80 કરોડનો આઈપીઓ 21થી 26 માર્ચ દરમિયાન યોજશે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 86 અને માર્કેટ લોટ 1600 શેર્સ છે. શેર એલોટમેન્ટ 27 માર્ચે અને લિસ્ટિંગ 1 એપ્રિલે થશે. ઈશ્યૂ એનએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવશે. આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ અંતર્ગત છે. જેમાં પ્રમોટર્સનો હિસ્સો 100 ટકાથી ઘટી લિસ્ટિંગ બાદ 70 ટકા થશે.
કંપની ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક મારફત ખેડૂતોને બિયારણનું પ્રોસેસિંગ અને સપ્લાય કરે છે. જે વિશ્વાસ બ્રાન્ડ હેઠળ બિયારણ વેચે છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીનો નફો 115.43 ટકા અને આવક 0.72 ટકા વધી હતી. 30 સપ્ટેમ્બર-23 સુધી કંપનીના માથે કુલ રૂ. 28.62 કરોડનું દેવુ છે. આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુઓ, વધારાની કાર્યકારી મૂડી જરૂરિયાતો, સીડ ટેસ્ટિંગ લેબોરેટરી, ગ્રીનહાઉસ સહિત વિવિધ વિસ્તરણ માટે કરશે.
આઈપીઓ લિસ્ટિંગ એટ અ ગ્લાન્સ
આઈપીઓ | લિસ્ટિંગ તારીખ | ગ્રે પ્રીમિયમ |
Pratham EPC | 18 માર્ચ | રૂ. 26 |
Signoria Creation | 19 માર્ચ | રૂ. 65 |
Royal Sense | 19 માર્ચ | રૂ. 30 |
AVP Infracon | 20 માર્ચ | રૂ. 20 |
KP Green | 22 માર્ચ | રૂ. 60 |
Enfuse Solutions | 22 માર્ચ | રૂ. 60 |
Enser Solutions | 22 માર્ચ | – |
Chatha Foods IPO: Chatha Foods રૂ. 53-56ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 34 કરોડનું ફંડ એકત્ર કરશે. માર્કેટ લોટ 2000 શેર્સ માટે લઘુત્તમ રૂ. 1.12 લાખનું રોકાણ કરવુ પડશે. ઈશ્યૂ બીએસઈ એસએમઈ ખાતે 27 માર્ચે લિસ્ટેડ થશે. આઈપીઓ 19 માર્ચે ખૂલશે અને 21 માર્ચે બંધ થશે. કંપની ફ્રોઝન ફૂડ પ્રોસેસર છે. જે ક્વિક સર્વિંગ રેસ્ટોરન્ટ્સ, કેઝ્યુઅલ ડાઈનિંગ રેસ્ટોરન્ટ, અન્ અન્ય હોટલ-રેસ્ટોરન્ટ-કેટરિંગ સેગમેન્ટમાં ફઅરોઝન ફૂડ્સ પ્રોડક્ટ સપ્લાય કરે છે. કંપનીએ 2020-21માં રૂ.4 કરોડની ખોટ નોંધાવી હતી. જે બાદમાં 2021-22માં રૂ. 67 લાખના ચોખ્ખો નફામાં તબદીલ થઈ હતી. 2022-23માં રૂ. 2.45 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આવકો પણ વધી છે. કુલ દેવુ રૂ. 9.87 કરોડ છે. ફંડનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવા અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે.