અમદાવાદ હાજર બજારના ભાવો (19-6-2023)

વિગતકિંમત
ચાંદી ચોરસા71800-73300
ચાંદી રૂપું71600- 73100
સિક્કા જૂના700-900
999 સોનું60700- 61000
995 સોનું60500- 60500
હોલમાર્ક59760

મુંબઈ, 19 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,272ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,370 અને નીચામાં રૂ.59,135ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 ઘટી રૂ.59,154ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.58 ઘટી રૂ.47,823 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.5,911ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.182 ઘટી રૂ.59,067ના સ્તરે પહોંચ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,59,393 સોદાઓમાં કુલ રૂ.17,061.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,798.69 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11251.78 કરોડનો હતો. સોના-ચાંદીમાં એમસીએક્સ પર 55,382 સોદાઓમાં રૂ.3,284.51 કરોડનાં કામકાજ થયાં હતાં. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,540ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,977 અને નીચામાં રૂ.72,355ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.238 ઘટી રૂ.72,450ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.200 ઘટી રૂ.72,441 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.194 ઘટી રૂ.72,432 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.11 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,789 સોદાઓમાં રૂ.1,306.6 કરોડના વેપાર થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.731.40ના ભાવે ખૂલી, રૂ.2.75 ઘટી રૂ.731.25 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.90 ઘટી રૂ.203.60 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.15 ઘટી રૂ.220ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.75 ઘટી રૂ.203.85 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.184.10 જસત-મિની જૂન વાયદો રૂ.2.30 ઘટી રૂ.219.65 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલમાં સુધારાનો સંચાર

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,502 સોદાઓમાં રૂ.1,177.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,834ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,905 અને નીચામાં રૂ.5,830ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 વધી રૂ.5,897 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.19 વધી રૂ.5,899 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.212ના ભાવે ખૂલી, રૂ..80 ઘટી રૂ.214.40 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.8 ઘટી 214.4 બોલાઈ રહ્યો હતો.

નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદા ઢીલા

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.29.69 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,160ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,480 અને નીચામાં રૂ.56,160ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 ઘટી રૂ.57,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.18.30 ઘટી રૂ.907.20 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.5,799 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.11251 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,255.60 કરોડનાં 2,118.816 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,028.91 કરોડનાં 278.296 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.427.23 કરોડનાં 7,27,290 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.750.66 કરોડનાં 3,50,49,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.189.59 કરોડનાં 9,265 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.25.69 કરોડનાં 1,396 ટન તાંબાના વાયદાઓમાં રૂ.704.43 કરોડનાં 9,620 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.386.89 કરોડનાં 17,568 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.18.80 કરોડનાં 3,264 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.89 કરોડનાં 118.8 ટનનાં કામકાજ થયાં હતાં.