વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલીઃ રોકાણ જૂન 2013ની સરખામણીથી પણ ઓછું થઇ ગયું
- વિદેશી રોકાણકારોનું નેટ રોકાણ રૂ. 609362.19 કરોડના સ્તરે આવી ગયું છે
- સેન્સેક્સમાં ચેનલની અપર-લોઅર બાઉન્ડ્રીના લેવલો સોમવારે 56837-52496, મંગળવારે 56693-52351 બુધવારે 56548-52206, ગુરૂવારે 56403-52062 અને શુક્રવારે 56258-51917ની સપાટીએ હશે
બેન્ક નિફ્ટીએ 36600 પોઇન્ટની મહત્વની સપાટી પણ તોડી ધારણા મુજબના 34200ના લેવલથી પણ નીચે જઇ શુક્રવારે 34094.10નું તળિયુ દેખાડી 34407.80 બંધ આપવા સાથે એક જ સપ્તાહમાં 4.20 ટકા, 1 દિવસમાં 1.54 ટકા અને 1 માસમાં 6.34 ટકા ગુમાવી દીધા છે. આ આંક ડિસેમ્બર 2021ના 34018.45ના અને જૂન 2021ના 33908.95ના તળિયાને તોડે તો પહેલા 32400 અને ત્યારબાદ 30400ની સંભાવના ખુલશે. ચાર્ટ પર બનેલી અત્યંત ટૂંકાગાળાની એક ફોલીંગ ચેનલનો લોઅર હાફ પોર્શન હવે એક્ટીવ થઇ ગયો છે અને એના હિસાબે હવે અપર રેસીસ્ટન્સ રેખા તથા લોઅર સપોર્ટ લાઇનના લેવલો સોમથી શુક્રવાર માટે અનુક્રમે 34600-32525, 34450-32375, 34300-32200, 34150-32050 અને 34000-31900ના સ્તરે છે. બેન્ક નિફ્ટી આ ચેનલ લોઅર હાફના રેસીસ્ટન્સ લેવલથી ઉપર બંધ આપે તેના બીજા દિવસે નવું લેવું અથવા તો ચેનલના સપોર્ટ લેવલને ટચ કરે પણ તોડે નહીં એના બીજા દિવસે જો પ્રિવીયસ ડેનું લો ન તોડે અને એ દિવસના બંધ કરતાં ઉપર બંધ આપે તો પણ શોર્ટ ટર્મ માટે લેવું. આ તમામ લેવલો બેન્ક નિફ્ટી કેશના ચાર્ટના હિસાબે છે તેમનો વાયદામાં ઉપયોગ કરવો હોય તો સપ્રમાણ વધઘટ કરીને લેવલો કાઢી લેવા. આજકાલ 200 દિવસની એવરેજની બહુ ચર્ચા થતી હોય છે, દૈનિક લો ભાવના આધારે કાઢેલી 200 દિવસની એવરેજ બેન્ક નિફ્ટીના કેસમાં છેલ્લે 36386ની સપાટીએ હતી અને બંધ એનાથી નીચે આવી ગયુ હતું. આ 200 દિવસીય એવરેજ ફલેટ થઇને હવે એનું મુખ નીચે તરફ ફેરવશે અને થોડો સમય એ ડેઇલી ઘટતી દેખાશે. ડરાવવા માટે નહીં પણ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે જણાવું તો આઘાત પ્રત્યાધાતની થિયરી એવરેજોના સંદર્ભમાં પણ અપનાવી શકાય. મતલબ કે 25-10-21ના રોજ ટોપ બનાવ્યું હતુ ત્યારે બેન્ક નિફ્ટી આ એવરેજથી 21 ટકા ઉપર હતો એનાથી રિવર્સ જે દિવસે આ આંક આ એવરેજથી 21 ટકા નીચે હોય એ દિવસે આંખ મીંચીને બેંકીંગ ક્ષેત્રે રોકાણ કરી શકાય, હજૂ તો બેન્ક નિફ્ટી 200 દિવસીય એવરેજથી 6.30 ટકા જ નીચે છે. બજારમાં મંદી શરૂ થઇ ગઇ છે કે શરૂ નથી થઇ એની ચર્ચા કર્યાં વગર, લીધા ભાવથી 5 ટકા નફો મળતો હોય તો ટૂંકા ગાળાનો ટેક્સ ભરીને પણ લઇ લેવો કેમ કે પછી લોંગ ટર્મમાં ગેઇન જ ન હોય તો કેપીટલ ગેઇન ક્યાંથી ભરશો? તે જ રીતે વેચ્યા ભાવથી લાર્જકેપ શેર 10 ટકા, મિડકેપ શેર 15 ટકા અને સ્મોલકેપ શેર 20 ટકા નીચે મળતા હોય તો પાછા લઇ લેવા અને અનુક્રમે 5,10 કે 15 ટકા નફો આપે એટલે વેચીને પાછી તકની રાહ જોવી. આ વ્યૂહ અપનાવવાથી 2022માં સારી કમાણી કરી શકાય તેવું જણાય છે. સેન્સેક્સનો 54333.81નો બંધ 56385ના આવી એવરેજના સ્તરથી નીચે હતો. સેન્સેક્સમાં ચેનલની અપર-લોઅર બાઉન્ડ્રીના લેવલો સોમવારે 56837-52496, મંગળવારે 56693-52351 બુધવારે 56548-52206, ગુરૂવારે 56403-52062 અને શુક્રવારે 56258-51917ની સપાટીએ હશે. નિફ્ટી 16245.35ની સપાટીએ વિરમ્યો, તેની 200 દિવસીય લો ભાવની એવરેજ આ ભાવથી ઉપર 16837ના સ્તરે છે. ઇટરનેશનલ પરિબળો અને એફઆઇઆઇ ફેક્ટર જ બજારની ચાલ માટે નિર્ણાયક ગણાય. એફઆઇઆઇના નેટ રોકાણોનો આંકડો સપ્ટેમ્બર 2013ના સપ્ટેમ્બરમાં હતો તેના કરતાં પણ નીચે ગયો છે. વિદેશી રોકાણકારોનીઆક્રમક વેચવાલીના કારણે તેમનું નેટ રોકાણ રૂ. 609362.19 કરોડના સ્તરે આવી ગયું છે, જે જૂન 2013માં હતુ તેનાથી પણ નીચે ગયું છે. અમેરિકાનો ડૉ જોન્સ છેલ્લે 33614.67 બંધ રહ્યો , તેની 200 દિવસીય લો ભાવ એવરેજ 34835 ના સ્તરે છે. બજારોની ચાલ માટે હવે મહત્વનું પરિબળ અમેરિકન ફુગાવો, એના ફેડરલ રિઝર્વ દ્વારા કેટલા પ્રમાણમાં અને ક્યારે વ્યાજ-વધારાના નિર્ણયો લેવાય છે એ બાબત બની રહેશે. નાસદાક બંધભાવ 13313.44, 200 દિવસીય એવરેજ 14635 તો એસએન્ડપી 500 બંધ ભાવ 4328.87 તથા એની એવરેજ 4440ના સ્તરે રહ્યા છે. સોનુ કોમેક્સ વાયદામાં છેલ્લે 1966.6 ડોલર જેવું બોલાતુ હતુ તો ચાંદી 25.79 ડોલર જેવી રહી હતી. મીન વ્હાઇલ આ લખાય છે ત્યારે બિટકોઇન આશરે 38786.61 ડોલર બોલાતો હતો. લાઇટ કોઇન 99.77 ડોલર અને એથેરિયમ 2595 ડોલર બોલાતો હતો. ડોલર ઇન્ડેક્સ છેલ્લે 98.5 આસપાસ રહ્યો હતો તો નાયમેક્સ ક્રુડ વાયદો લાઇટ ક્રુડ ઓઇલ ફ્યુચર દૈનિક 7.44 ટકા , સાપ્તાહિક 26.30 ટકા અને 1 વર્ષમાં 81 ટકા વધી 115.68 ડોલરે વિરમ્યો હતો.
26 જાતો માટે આગામી ચાલ માટેના અપડેટ્સ
દૈનિક લો ભાવની 200 દિવસીય એવરેજથી ઉપર બંધ આપવા સાથે ગુરૂવારની તુલનાએ ઓપન-હાઇ-લો-બંધ અને વધુ વોલ્યુમ નોંધાવનાર તેમ જ તે વખતનો ભાવ જાન્યુઆરી 2022ના છેલ્લા ગુરૂવારના બંધ ભાવથી ઊંચો હોય એવી જાતોના નામ તથા તેમની સામે 200 દિવસીય એવરેજ, 27-01-22નો બંધભાવ અને 25-02-22ના લો ભાવમાંથી લોએસ્ટ ભાવને સ્ટોપલોસ ગણીને એક યાદી આપી હતી.
નવા સ્ટોપલોસ સાથેની યાદી આ મુજબ
(1) અપોલો હોસ્પીટલ રૂ. 4292 (2) એશીયન પેઇન્ટ્સ રૂ. 3051નો સ્ટોપલોસ 02-03-22ના રોજ ટ્રીગર થઇ ગયો. (3) બજાજ હોલ્ડીંગ્સ રૂ. 4493 (4) બાલાજી ટેલી ફિલ્મ્સ રૂ. 64 (5) બેન્ક ઓફ બરોડા રૂ. 87 (6) શા-લેત હોટલ્સ (સ્પેલીંગમાં ch છે) રૂ. 209 (7) ક્યુમીન્સ ઇન્ડીયા રૂ. 904 (8) જીએનએફસી રૂ. 410 (9) જીએમડીસી રૂ. 78 (10) એચસીએલ ટેક્નો. રૂ. 1077 (11) હિન્દાલ્કો રૂ. 446 (12) ઇન્ફોસીસ રૂ. 1661 (13) જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર રૂ. 367 (14) એલટીટીએસ રૂ. 4211 (15) માસ્ટેક રૂ. 2497 (16) એમ્ફેસીસ રૂ. 2796 (17) નાલ્કો રૂ. 92 (18) એનઆઇઆઇટી રૂ. 339 (19) પ્રોક્ટર-ગેમ્બલ(પીજીએચએચ) રૂ. 13992 (20) રિલાયન્સ ઇન્ફ્રા રૂ. 86 (21) સિમેન્સ રૂ. 2182 (22) સનફાર્મા રૂ. 764 (23) ટાઇટન રૂ. 2109 (24) ટ્રેન્ટ રૂ. 978 (25) ટીવીએસ મોટર્સ રૂ. 607નો સ્ટોપલોસ તા. 02-03-22ના રોજ ટ્રીગર થઇ ગયો. અને (26) મેકડૉવેલ રૂ. 780. ઓલ ધ બેસ્ટ!