Stock Market Today: Sensex 755 પોઈન્ટ તૂટ્યો, Nifty50 22100નુ સપોર્ટ લેવલ તોડ્યુ
અમદાવાદ, 13 માર્ચઃ શેરબજારોમાં આજે મોટાપાયે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ 755 પોઈન્ટ ગગડી 73000નું લેવલ તોડ્યુ હતું, જ્યારે નિફ્ટી50 પણ 22100નો સપોર્ટ લેવલ તોડી 22040.70ની ઈન્ટ્રા ડે બોટમે પહોંચ્યો હતો. 1.26 વાગ્યે એનએસઈ 1.11 ટકા (247.75 પોઈન્ટ) અને સેન્સેક્સ 662.67 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
રિલાયન્સ, ભારતીએરટેલ, એલએન્ડટી સહિતના હેવી વેઈટેજ શેરોમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. બીજી બાજુ મોટી બ્લોકડીલના કારણે આઈટીસીના શેરોમાં 8 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3902 સ્ક્રિપ્સમાંથી માત્ર 388 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં અને 3450 રેડઝોનમાં ટ્રેડ થઈ રહી હતી.
- બીએસઈ ખાતે ટ્રેડેડ 3902 સ્ક્રિપ્સમાંથી માત્ર 388 સ્ક્રિપ્સમાં સુધારો, 3450 રેડ ઝોનમાં ટ્રેડેડ
- 953 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી
જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યુ હતું કે, રિટેલ રોકાણકારોના અતાર્કિક ઉત્સાહને કારણે મિડ અને સ્મોલકેપ સેગમેન્ટમાં વધુ પડતા વેલ્યુએશન છેલ્લા ઘણા મહિનાઓથી ચિંતાનો વિષય બન્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્મોલકેપ શેરોમાં સટ્ટાખોરી અને હેરાફેરી મામલે ચાંપતી નજર રાખવાનું નિવેદન આપતાં જ નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 8 ફેબ્રુઆરીની ટોચથી 10% સુધી કરેક્શન નોંધાયુ છે.”
અદાણી ગ્રુપની 10 કંપનીઓમાં 5-10 ટકા ઘટાડાના પગલે આજના સેશનમાં અદાણી ગ્રુપે રૂ. 90 હજાર કરોડની માર્કેટ કેપ ગુમાવી છે. અદાણી એન્ટરપ્રાઈઝિસ સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં ઘટી છે.
સેક્ટોરલ ટ્રેન્ડ
મોટાપાયે પ્રોફિટ બુકિંગના કારણે નિફ્ટી એફએમસીજી સિવાય તમામ સેક્ટર્સ નેગેટીવ ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી મેટલ, નિફ્ટી રિયાલ્ટી, નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ 4 ટકાથી વધુ તૂટ્યો છે. નિષ્ણાતોના મતે સ્મોલકેપ સેગમેન્ટ સહિત માર્કેટમાં હજી વધુ કરેક્શન જોવા મળી શકે છે.
નિફ્ટી 50 માટે 22,250-22,300 નો ઝોન નિર્ણાયક હતો અને ઇન્ડેક્સને મોટો ટેકો પૂરો પાડ્યો હતો. હવે જ્યારે આ સ્તરોનો ભંગ કરવામાં આવ્યો છે, ત્યારે નિફ્ટી 50 ફરી એકવાર 22,000ના સ્તરને જોઈ શકે છે, એમ રુપીઝીના ડિરેક્ટર અને સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ શીરશામ ગુપ્તાએ જણાવ્યું હતું. ઉપરની બાજુએ, 22,400-22,450 એ સપોર્ટ ઝોન છે.
નિફ્ટી ગેનર ITC, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઇનાન્સ
નિફ્ટી લુઝર્સઅદાણી એન્ટરપ્રાઈઝ, પાવર ગ્રીડ કોર્પ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, કોલ ઈન્ડિયા
સેન્સેક્સ ગેઇનર્સ
ITC, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, નેસ્લે
સેન્સેક્સ લુઝર્સ
પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, ટાટા સ્ટીલ, ટાઇટન કો, એલ એન્ડ ટી
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)