વેલ્યૂ બાઇંગના ટેકે સેન્સેક્સ 412 પોઇન્ટ વધ્યો
નિફ્ટીએ 17700ની ટેકનિકલી ટેકાની તેમજ સાયકોલોજિકલ સપાટી કુદાવી
સેન્સેક્સ 412.23 પોઈન્ટ વધીને 59447.18 બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 144.80 પોઈન્ટના સુધારા સાથે 17700ની સપાટી કુદાવી 17784.35 પર રહ્યો છે. રોકાણકારોની મૂડી સરેરાશ ત્રણ લાખ કરોડ વધીને રૂ.274.11 લાખ કરોડની સપાટી પર પહોંચી છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં પણ રિકવરી રહી છે. ભારતીય શેરબજારમાં ત્રણ દિવસના એકતરફી ઘટાડા બાદ આરબીઆઈએ પોલિસી રેટને રેકોર્ડ નીચા સ્તરે યથાવત રાખ્યો હોવાના કારણે બુસ્ટ મળ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે યુક્રેનમાં રશિયાના યુદ્ધ પછી ફુગાવો ઊંચો હોવા છતાં આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે સતત 11મી વખત વિક્રમજનક નીચા સ્તરે ઉધાર ખર્ચ યથાવત રાખ્યો હતો. વિદેશી રોકાણકારો તથા સ્થાનિક રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ આજે પણ જારી રહ્યું હતું. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે રિટેલ ફુગાવાનો અંદાજ અગાઉના 4.5 ટકાથી વધારીને 5.7 ટકા કર્યો છે. સેન્સેક્સ પેકમાં આઇટીસી સૌથી વધુ 4.36 ટકા સુધર્યો હતો.
બીએસઇ એટ એ ગ્લાન્સ
કુલટ્રેડેડ 3509
સુધર્યા 2245
ઘટ્યા 1143
સેન્સેક્સ પેકમાં 22 સ્ક્રિપ્સ વધી હતી. 163 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 12 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી તેમજ 12 સ્ક્રીપ્સમાં ઉપલી જ્યારે 3માં નીચલી સર્કિટ જોવા મળી હતી.
સ્ટોક સ્પેસિફિક એટ એ ગ્લાન્સ
કંપની બંધ +/-
આઇટીસી 267.80 4.36%
એમએન્ડએમ 857.10 2.70%
ડો.રેડ્ડી 4432.00 2.67%
ટેક મહિન્દ્રા 1449.86 -1.31%
મારૂતિ 7557.70 -1.04%
એ ગ્રૂપ ટોપ-5 ગેઇનર્સ
કંપની બંધ ટકા
જેપી એસો. 10.90 19.91
બીડીએલ 716.20 15.42
સિયાટ 1125.35 12.87
સુર્યોદય 127.65 12.12
જેકે ટાયર 135.65 12.01
બીએસઇ ટોપ-5 લૂઝર્સ
કંપની બંધ ટકા
એસડીસી 10.16 -19.94
રેઇનબોWF 0.69 -15.85
સ્વરાજ ટ્રેડિંગ 13.08 -9.98
યુનિઓટો 58.60 -9.98
આઇસીએલ ઓર્ગે 14.55 -9.91
બીએસઇ 52 વીક હાઇ
કંપની હાઇ બંધ
અદાણી ગ્રીન 2365 2324
એડકોન 19.28 19.28
એડવિકા 5.15 5.15
અહલુ. કોન્ટ્રા. 5143.15 512.05
એઆઇએમએલ 25.60 25.60
બીએસઇ 52 વીક લો
કંપની લો બંધ
આર્યવાન 9.81 9.85
એઇકો 44.90 47.60
યુરેકા 352.10 361.25
ઇવોક્યૂ 16.75 16.75
જીએમઆરપાવર 23.30 23.65
સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 170 પોઇન્ટ સુધર્યો
સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 170.49 પોઈન્ટ અને નિફ્ટી 113.90 પોઈન્ટ ઘટીને બંધ રહ્યાં છે. શુક્રવારે બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3509 પૈકી 2293 સ્ક્રીપ્સમાં સુધારો અને 1092 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધારા તરફી રહ્યું હતું.