Stocks Of the Week: વોલેટાઈલ માર્કેટમાં આ 3 ટચૂકડાં શેરોમાં 60 ટકા સુધી ઉછાળો નોંધાયો
અમદાવાદ, 23 ડિસેમ્બરઃ શેરબજાર સતત સાત સપ્તાહ સુધી તેજી નોંધાવ્યા બાદ આ સપ્તાહે વોલેટિલિટી સાથે કરેક્શન દોરમાં જોવા મળ્યું હતું. જો કે, નિફ્ટી અને સેન્સેક્સ બંને પોતાની અતિ મહત્વની ક્રમશઃ 21 હજાર અને 71 હજારની સપાટી જાળવતાં રોકાણકારોનો તેજી પ્રત્યેનો જુસ્સો અકબંધ રાખ્યો હતો. જો કે, આ તેજીના માહોલ વચ્ચે કયારેય ન ચાલેલા શેરોમાં પણ તેજી જોવા મળી છે.
સ્ટોક સ્પેસિફિક ચાલમાં પેની શેરોમાં જંગી ઉછાળો જોવા મળ્યો હતો. ઘણા ટચૂકડાં શેરોમાં સટ્ટાકીય તત્વોનું વધતુ પ્રમાણ તેમજ તેજીના માહોલમાં ઝડપથી વૃદ્ધિ નોંધાવી હતી. 3 પેની સ્ટોક્સમાં 50 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.
Smart Finsec
આ માઈક્રો કેપ સ્ટોક આ સપ્તાહે 60 ટકા ઉછળ્યો છે. જેની કિંમત 10.99થી વધી 17.67 પર બંધ રહ્યો હતો. જેમાં છેલ્લા પાંચ સેશનમાં સતત અપર સર્કિટ વાગી હતી. છેલ્લા એક માસમાં બીએસઈ ખાતે x ગ્રુપની આ સ્ક્રિપ્સે 95 ટકા અને છ માસમાં 140 ટકા રિટર્ન આપ્યું છે. વાર્ષિક ધોરણે 120 ટકા ઉછળ્યો છે.
Rainbow Foundations
આ penny stock છેલ્લા એક સપ્તાહમાં 40 ટકા ઉછાળો નોંધાયો છે. જે ગત શુક્રવારે 12.01ના સ્તરેથી આ શુક્રવારે 16.89 પર બંધ રહ્યો હતો. મંગળવારે તે તેની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. છેલ્લા એક માસમાં આ પેની સ્ટોક 50 ટકા, છ માસમાં 60 ટકા અને વાર્ષિક 30 ટકા વધ્યો છે. અચાનક ઉછાળા પર ઈન્ડિયન એક્સચેન્જે કંપની પાસે સ્પષ્ટતા માગી છે.
Gayatri Projects
ગાયત્રી પ્રોજેક્ટ્સના શેરમાં પણ આ સપ્તાહે સતત પાંચ ટકાની અપર સર્કિટ જોવા મળી છે. ઈન્સોલવન્સીનો સામનો કરતી આ કંપનીના શેર છેલ્લા એક સપ્તાહમાં 27 ટકા વધ્યા છે. જ્યારે એક માસમાં 59.64 ટકા ઉછાળો નોંધાયો છે. ડિફોલ્ટર ગાયત્રી પ્રોજેક્ટ્સની ઈન્સોલવન્સી પ્રક્રિયા વેગવાન બનતી નજરે ચડી છે. જેના લેણદારોએ આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બેઠકો યોજી હતી.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)