લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ

વિગતભાવ
ઇશ્યૂ પ્રાઇસ285
ખુલ્યો391
વધી427.40
ઘટી391
બંધ403.75
સુધારોરૂ. 118.75
સુધારો41.67 ટકા

મુંબઇ, 16 જૂનઃ IKIO Lightingનો આઇપીઓ આજે રૂ. 285ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 37.18 ટકાના પ્રીમિયમ સાથે બીએસઇ ખાતે રૂ. 391 રૂપિયાના સ્તરે લિસ્ટ થયા હતા. ત્યારબાદ છેલ્લે શેર રૂ. 403.75ની સપાટીએ ઇશ્યૂ પ્રાઇસ કરતાં રૂ. 118.75 એટલેકે 41.67 ટકા પ્રિમિયમે બંધ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં પણ આ આઇપીઓએ સારી એવી ધૂમ મચાવી હતી. ગ્રે માર્કેટમાં શેર 99 રૂપિયાના પ્રીમિયમ બોલાયા હતા. આઈપીઓ દ્વારા કંપનીએ 607 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. IKIO Lighting એલઈડી લાઈટ ડિઝાઈન, ડેવલપ, મેન્યુફેક્ચરર અને સપ્લાય કરે છે. તે અન્ય કંપનીઓ માટે કામ કરે છે અને ફરી તે કંપનીઓ તેની બ્રાન્ડ નેમથી પ્રોડક્ટસનું વેચાણ કરે છે. આ આઈપીઓને લઈને ભારે ચર્ચાઓ ચાલતી હતી.