સ્ટડ્સ એસેસરીઝે ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 1 એપ્રિલઃ ટુ-વ્હીલર હેલ્મેટ કંપની સ્ટડ્સ એસેસરીઝ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપની આઈપીઓ થકી ઇક્વિટી શેર કેપિટલની ઓફર દ્વારા ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. પબ્લિક ઓફરમાં પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના 77,86,120 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
સ્ટડ્સ એસેસરીઝ ‘Studds’અને ‘SMK’ બ્રાન્ડ્સ હેઠળ ટુ-વ્હીલર હેલ્મેટ્સ અને ‘Studds’ બ્રાન્ડ હેઠળ અન્ય એસેસરીઝ (જેમ કે ટુ-વ્હીલર લગેજ, ગ્લોવ્ઝ, હેલ્મેટ લૉકિંગ ડિવાઇસ, રેઇન સૂટ્સ, રાઇડિંગ જેકેટ્સ અને આઈ વેર)નું ડિઝાઇનિંગ, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણ કરે છે. કંપનીની પ્રોડક્ટ્સ સમગ્ર ભારતમાં અને દુનિયાના 70થી વધુ દેશોમાં વેચાય છે જેમાં તેના મુખ્ય નિકાસ બજારો અમેરિકા, એશિયા (ભારત સિવાય), યુરોપ અને વિશ્વના બાકીના દેશોમાં આવેલા છે. સ્ટડ્સ જય સ્ક્વેર્ડ એલએલસી માટે પણ હેલ્મેટ્સનું ઉત્પાદન કરે છે જેનું અમેરિકામાં “Daytona” બ્રાન્ડ હેઠળ અને O’Neal માટે તેમના બ્રાન્ડિંગ હેઠળ વેચાણ થાય છે જેને યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સપ્લાય કરવામાં આવે છે.
આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) છે.