અમદાવાદ, તા. 28

સુદીપ ફાર્મા આજે ભારતીય શેરબજાર ખાતે લિસ્ટિંગ કરાવશે. કંપનીએ આઈપીઓ મારફત રૂ. 895 કરોડ એકત્ર કર્યા હતાં. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 593 પ્રતિ શેર હતી. કંપની આજે 10.00 વાગ્યે બીએસઈ અને એનએસઈ ખાતે લિસ્ટિંગ કરાવશે.

સુદીપ ફાર્માનું લિસ્ટિંગ 100 ટકા સુધી પ્રીમિયમે થવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. ગ્રે માર્કેટમાં ગઈકાલે સવારે સુદીપ ફાર્મા માટે રૂ. 100 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જે સાંજે ઘટી રૂ. 85 થયા હતા. જેથી રોકાણકારો અને નિષ્ણાતોને અપેક્ષા છે કે, સુદીપ ફાર્માનો આઈપીઓ રૂ. 80-100 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થશે.

કંપનીએ 21 નવેમ્બરના રોજ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલ્લો મૂક્યો હતો. જેને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ઈશ્યૂ કુલ 93.71 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 213.08 ગણો, એનઆઈઆઈ 116.72 ગણો અને રિટેલ 15.65 ગણો ભરાયો હતો. કંપનીની શેરદીઠ કમાણી પ્રિ આઈપીઓમાં રૂ. 12.46 છે. જે લિસ્ટિંગ બાદ 11.07 રૂપિયા થવાની શક્યતા છે. પીઈ રેશિયો પણ 47.61 ગણો છે.