અઢી માસ બાદ આઈપીઓ માર્કેટમાં Syrma Sgsના આઈપીઓ સાથે ચહલપહલ જોવા મળી છે. બીજા દિવસે રિટેલ પોર્શન 1.56 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 92 ટકા ભરાયો હતો. તહેવારોની વણઝારના કારણે મોટા ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ વેકેશન મુડમાં હોવાથી ક્યુઆઈબી તેમજ એનઆઈઆઈ સેગમેન્ટમાં કોઈ ખાસ પ્રતિસાદ જોવા મળ્યો નથી. ક્યુઆઈબીએ હજી કોઈ ખાતુ ખોલ્યૂ નથી, જ્યારે એનઆઈઆઈ પોર્શન 74 ટકા ભરાયો હતો. આઈપીઓ ગુરૂવારે બંધ થશે.

2.85 કરોડ ઈક્વિટી શેર્સ સામે હજી 2.62 કરોડ ઈક્વિટી શેર્સની બિડ મળી છે. કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 252 કરોડ એકત્ર કરવામાં સફળ રહેતાં ઈશ્યૂ સાઈઝ 3.81 કરોડ ઈક્વિટી શેર્સથી ઘટાડી 2.85 કરોડ ઈક્વિટી શેર્સ કરી હતી. સિરમા આઈપીઓ અંતર્ગત એકત્રિત ફંડનો ઉપયોગ આરએન્ડડી ફેસિલિટી વિકસિત કરવા, તેમજ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપિત કરવા સાથે લોંગ ટર્મ મૂડી જરૂરિયાતો પૂરી કરવા કરશે.

આઈપીઓ એક નજરે

ઈશ્યૂ સાઈઝ840 કરોડ
પ્રાઈસ બેન્ડરૂ. 209-220
માર્કેટ લોટ68 શેર્સ
કેટલુ રોકાણરૂ. 14,960
મહત્તમ રોકાણરૂ. 1,94,480
એલોટમેન્ટ23 ઓગસ્ટ
લિસ્ટિંગ26 ઓગસ્ટ

વિવિધ બ્રોકરેજની નજરે આ આઈપીઓને મળેલું રેટિંગ

 બિઝનેસ વિસ્તરણ, ઈનોવેશન, તેમજ બિઝનેસ ગ્રોથને ધ્યાનમાં રાખતાં મોટાભાગના બ્રોકરેજ હાઉસે બાય રેટિંગ આપ્યુ છે.

બ્રોકરેજરેટિંગ
કેનેરા બેન્કઅપ્લાય
કેપિટલ માર્કેટઅપ્લાય
ચોઈસ ઈક્વિટીઅપ્લાય
હેમ સિક્યુરિટીઝઅપ્લાય
દિલિપ દાવડાઅપ્લાય
ઈવેસ્ટમેન્ટ લિ.અપ્લાય
એક્સિસ કેપિટલનોટ રેટેડ
એક્સિસ સિક્યુરિટીઝનોટ રેટેડ
જેએમ ફાઈ.નોટ રેટેડ
કેઆર ચોક્સીઅપ્લાય
રિલાયન્સ સિક્યુરિટીઝઅપ્લાય
રેલીગર બ્રોકિંગન્યુટ્રલ
સુશીલ ફાઈ.અપ્લાય