TAC સિક્યુરિટીના IPOને 1 બિલિયન ડોલરની સબસ્ક્રિપ્શન બીડ મળી
અમદાવાદ, 3 એપ્રિલ: TAC સિક્યુરિટીના પ્રારંભિક જાહેર ભરણા (IPO)ને બીડીંગના અંતિમ દિવસ સુધીમાં 433 ગણું સબસ્ક્રિપ્શન નોંધાયું છે, જે સાથે 1 બિલિયન ડોલરની જંગી રકમની બીડ મળી છે. કંપની ઇશ્યૂમાંથી રૂ. 29.99 કરોડ ઊભા કરવાની યોજના ધરાવે છે. બીડીંગના અંતિમ દિવસે એટલે કે 02 એપ્રિલ, 2024 સુધીમાં ઇશ્યૂનો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર (ક્યુઆઇબી) હિસ્સો 142 ગણો, એનઆઇઆઇ ક્વોટા 769 ગણો, રિટેઇલ ઇન્ડિવિડ્યૂઅલ ઇન્વેસ્ટર્સ (આરઆઇઆઇ) ક્વોટા 434 ગણો છલકાતા કુલ સબસ્ક્રિપ્શન 422 ગણું થયું છે.
ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા પ્રતિ ઇક્વિટી શેર રૂ. 100-106 નિર્ધારિત કરાયો છે. IPOમાં બુક-બિલ્ડિંગ રૂટથી પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 28.29 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઇઝ 1,200 ઇક્વિટી શેર છે તથા કંપની એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત ધરાવે છે.
લીડ મેનેજર્સઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તથા સ્પ્રેડએક્સ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના માર્કેટ મેકર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)