આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં 18 લાખ MSMEમાં મજબૂત બજાર હિસ્સો મેળવવાનું લક્ષ્ય

અમદાવાદ, 29 મે: અગ્રણી ટેક્નોલોજી કંપની ટેલી સોલ્યુશન્સે ગુજરાત રાજ્યમાં એકાઉન્ટ એગ્રીગેટર (એએ) ફ્રેમવર્ક અપનાવવાની કામગીરી મજબૂત કરવા માટે તેના નવા સાહસના  લોન્ચની જાહેરાત કરી છે. રાજ્યમાં 18 લાખથી વધુ MSMEને મદદ કરવાના વિઝન સાથે ટેલી મીડ-માસ બિઝનેસ સેગમેન્ટ માટે નાણાંકીય પહોંચને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ઓપન-બેંકિંગ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2016માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એએ ફ્રેમવર્ક લોન્ચ કરવામાં આવ્યું હતું. આની સાથે ટેલીએ તેની પ્રોડક્ટ TallyEdge સાથે તેની પેટાકંપની ટેલી એકાઉન્ટ એગ્રીગેટર સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ લોન્ચ કરી હતી જેથી યુઝર્સ એક જ સ્થળે વિવિધ નાણાંકીય એકમો પાસેથી તેમની તમામ નાણાંકીય માહિતીને સરળતાથી ભેગી કરી શકે તથા તેમની મંજૂરી હોય તો જ તે માહિતીને રિયલ-ટાઇમમાં સુરક્ષિત રીતે જોઈ અથવા શેર કરવાની ક્ષમતા ધરાવી શકે. TallyEdge યુઝર્સને તેમના ડેટા પર વ્યાપક કંટ્રોલ પૂરો પાડે છે જેથી તેઓ કોઈપણ ડેટા-શેરિંગ રિક્વેસ્ટ્સ સરળતાથી મંજૂર, નકારી, અટકાવી કે ઉઠાવી શકે છે.

ગુજરાત વૈશ્વિક રોકાણો અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્વના સ્થાન તરીકે ઊભરી આવ્યું છે. જોકે રાજ્યમાં ધિરાણનું અંતર અને ઋણની માંગ અનુક્રમે 14 લાખ કરોડ અને 1.81 લાખ કરોડ જેટલી છે. ટેલી એકાઉન્ટ એગ્રીગેટર સિન્ડિકેશન દ્વારા આ અંતરને ભરવાનું લક્ષ્ય ધરાવે છે. TallyEdge ન કેવળ એએ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે, પરંતુ વધુને વધુ MSMEને તેમની વિકાસની આકાંક્ષાઓ સર કરવા માટે મદદ પણ કરશે.

ટેલી સોલ્યુશન્સના ફાઇનાન્શિયલ સર્વિસીઝના જનરલ મેનેજર વિકાસ શેટ્ટીએ જણાવ્યું હતું કે “બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર (બીએમએસ) સેક્ટરમાં મહત્વની કંપની તરીકે અમે દેશમાં 75 ટકા બજાર હિસ્સો ધરાવીએ છીએ અને ગુજરાત તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. TallyEdge સાથે અમારું લક્ષ્ય ઔપચારિક ધિરાણ મેળવવામાં MSMEને નડતા પડકારો માટે અમારી વધુ મદદ પહોંચાડવાનું છે.

35 લાખ MSME સાથે ગુજરાત ઊભરતી MSME ઇકોસિસ્ટમ ધરાવે છે

35 લાખ MSME સાથે ગુજરાત ઊભરતી MSME ઇકોસિસ્ટમ ધરાવે છે જેણે 2015થી લગભગ 60 ટકા જેટલો વિકાસ સાધ્યો છે અને વાર્ષિક ધોરણે સતત વધી રહી છે. યોગાનુયોગે, ઉદ્યમ ડેટામાં MSME રજિસ્ટ્રેશન માટે ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતને સ્થાન મળ્યું છે. આ સંદર્ભે ટેલી સોલ્યુશન્સનો હસ્તક્ષેપ કામગીરીને ડિજિટલ બનાવવા, ધિરાણની પહોંચને સરળ બનાવવા તથા રાજ્યમાં MSME વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. TallyEdge નાણાંકીય સંસ્થાનોને કન્ટેન્ટ આધારિત ડેટા શેરિંગ અને સુરક્ષિત ડિજિટલ ડેટા એક્સેસ પૂરી પાડશે જેથી ધિરાણની પ્રક્રિયા સરળ બનશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)