ખાનગી સેક્ટરની બેન્ક તમિલનાડ મર્કેન્ટાઈલ બેન્કને અંદાજિત રૂ. 1000 કરોડનો આઈપીઓ લાવવા સેબીની મંજૂરી મળી ગઇ છે. એમએસએમઈ, કૃષિ અને રિટેલ ગ્રાહકોને બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેવાઓ પૂરી પાડતી 100 વર્ષ જૂની તમિલનાડ મર્કેન્ટાઈલ બેન્કે સપ્ટેમ્બર, 2021માં આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો.

ઇશ્યૂ સાઇઝઃ15827495 ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ
ઇશ્યૂ સાઇઝઃરૂ. 1000 કરોડ
ઓફર ફોર સેલઃ12505 ઈક્વિટી શેર્સ
ઇશ્યૂનો હેતુઃTier–I capital base તેમજ મૂડી જરિયાતો સંતોષવા
બુક રનિંગ/ લીડ મેનેજર્સઃAxis Capital, Motilal Oswal Investment Advisors, SBI Capital Markets

ઉમા કન્વર્ટરે પ્રોસ્પેક્ટસ પાછું ખેંચ્યું

ગુજરાતની ઉમા કન્વર્ટરે 1 જૂલાઈ, 2021માં રૂ. 36 કરોડ સુધીનો આઈપીઓ લાવવા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું હતું. પરંતુ 30 મેના રોજ કંપનીએ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ પાછોં ખેંચ્યો છે.