મુંબઈ, 19 ઓગસ્ટ:  યુવા અને ગતિશીલ વસ્તી, ઝડપી શહેરીકરણ અને ઉભરતા મધ્યમ વર્ગ સાથે દેશ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ તકો ખોલવાના આરે છે. આ વિકાસની સંભાવનાઓનો લાભ લેવા માટે ભારતની અગ્રણી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા એઆઈએ) તમને લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં મદદ કરવા માટે બનાવાયેલું સ્માર્ટ, તક સંચાલિત રોકાણ ટાટા એઆઈએ મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે.

આ અનોખું ફંડ લાઇફ ઇન્શ્યોરન્સ કવરેજની સુરક્ષા સાથે ભારતના ખૂબ જ ઊંચી વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં ઇક્વિટી રોકાણની શક્તિને સાથે લાવે છે અને સુનિશ્ચિત કરે છે કે તમારા રોકાણો વધશે, ઉપરાંત તમારા પ્રિયજનો સુરક્ષિત રહેશે.

આ ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 18 ઓગસ્ટ, 2025ના રોજ ખૂલશે અને એનએફઓ સમયગાળા દરમિયાન એક યુનિટની કિંમત રૂ. 10 રહેશે. આ ઓફર 25 ઓગસ્ટ, 2025 સુધી ખુલ્લી રહેશે.

ટાટા એઆઈએ મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડની શા માટે પસંદગી કરવી

  • ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં રોકાણ કરો

ભારતનું અર્થતંત્ર આગામી દાયકામાં અનેકગણું વધવાની સંભાવના છે ત્યારે કંપનીઓ ઝડપથી વિસ્તરણ કરે, આવકો વધારે અને ટકાઉ મૂલ્યનું સર્જન કરે તેવી સંભાવના છે. આ ફંડનો ઉદ્દેશ રોકાણકારોને આ તકોનો લાભ લેવા માટે મદદ કરવાનો છે.

  • મોમેન્ટમ સંચાલિત રોકાણ વ્યૂહરચના

આ ફંડ બીએસઈ 500 મોમેન્ટમ 50 કસ્ટમાઇઝ્ડ ઇન્ડેક્સમાંથી પસંદ કરેલા ભારતના ટોચના પર્ફોર્મ કરી રહેલા 50 સ્ટોક્સની ગતિનો લાભ લેવા માટે બનાવવામાં આવ્યું છે. આ વ્યૂહરચના સુનિશ્ચિત કરે છે કે તમારા રોકાણો ભારતની આર્થિક પ્રગતિને આગળ લઈ જતી ઉચ્ચ વૃદ્ધિવાળી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

  • લાંબા ગાળે સંપત્તિ સર્જન

મોમેન્ટમની અગ્રણી કંપનીઓને ટ્રેક કરીને આ ફંડ લાંબા ગાળે સ્પર્ધાત્મક વળતર મેળવવા ધારે છે અને વિવિધ સેક્ટર્સમાં ડાયવર્સિફિકેશન જાળવવા માંગે છે. તે એવા લોકો માટે બનાવાયું છે જેઓ સમય જતાં સ્થિર ગતિએ તેમની સંપત્તિ વધારવા માંગે છે.

  • વધારાની લાઇફ ઇન્શ્યોરન્સ સુરક્ષા

રોકાણકારો વધારાના લાઇફ કવરનો લાભ લઈ શકે છે જે અણધારી ઘટનાઓના સમયે તેમના પ્રિયજનોને નાણાંકીય સુરક્ષા પૂરી પાડે છે.

ફંડની મુખ્ય વિગતો

રોકાણ ઉદ્દેશ – હાઇ-મોમેન્ટમ સ્ટોક્સમાં રોકાણ થકી લાંબા ગાળે મૂડી વૃદ્ધિ

બેન્ચમાર્ક – બીએસઈ 500 મોમેન્ટમ 50 કસ્ટમાઇઝ્ડ ઇન્ડેક્સ

એસેટ એલોકેશન – 100-80 ટકા ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, 0-20 ટકા કેશ અને મની માર્કેટ સિક્યોરિટીઝમૉં

મજબૂત કામગીરીનો આ ટ્રેક રેકોર્ડ ભારતના વિકસતા આર્થિક પરિદ્રશ્ય સાથે સુસંગત રોકાણ ઉકેલો પ્રદાન કરવાની ટાટા એઆઈએની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે, જે સુનિશ્ચિત કરે છે કે રોકાણકારો વિશ્વાસ સાથે ઉભરતી તકોનો લાભ લઈ શકે.

Last 5 Years Returns* (CAGR)              
Tata AIA FundsFund Return (%) *Benchmark Return (%) *
Multi Cap Fund28.27%19.31%
Top 200 Fund29.07%19.31%
India Consumption Fund27.79%19.31%

*ડેટા 31 જુલાઈ, 2025ના રોજના છે. ભૂતકાળની કામગીરી ભવિષ્યના કામગીરીની સૂચક નથી.

ફંડ બેન્ચમાર્કઃ મલ્ટી કેપ ફંડ – બીએસઈ 200, ઈન્ડિયા કન્ઝમ્પશન ફંડ – એસએન્ડપી બીએસઈ 200, ટોપ 200 ફંડ – એસએન્ડપી બીએસઈ 200, એસએફઆઈએનએનઃ મલ્ટી કેપ ફંડ – ULIF 060 15/07/14 MCF 110, ટોપ 200 ફંડ – ULIF 027 12/01/09 ITT 110, ઈન્ડિયા કન્ઝમ્પશન ફંડ –  ULIF 061 15/07/114 ICF 110

શરૂઆત થયાની તારીખોઃ ટોપ 200 ફંડ – 12 જાન્યુઆરી, 2009, મલ્ટી કેપ ફંડ – 05 ઓક્ટોબર, 2015, ઈન્ડિયા કન્ઝમ્પશન ફંડ – 05 ઓક્ટોબર 2015, આ સોલ્યુશન માટે અન્ય ફંડ્સ પણ ઉપલબ્ધ છે.