મુંબઈ, 11 નવેમ્બર: ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ એનએફઓ 11 નવેમ્બર, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે.ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડ વ્યૂહાત્મક રીતે એવી કંપનીઓને લક્ષ્ય બનાવશે જે મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવી ટેક્નોલોજીઓ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી)નો લાભ લે તેવા પરિવર્તનકારી ઇનોવેશનના મામલે અગ્રેસર હોય.

ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડ બોટમ-અપ ઇનોવેશન આધારિત સ્ટોક પસંદગી અભિગમ અપનાવશે જે વેલ્યુએશનની સુગમતા અને વિકાસની સંભાવના બંને પૂરા પાડે છે. આ ફંડ વિવિધ માર્કેટ કેપ અને સેક્ટર્સમાં રોકાણની તકો ઝડપશે. લાંબા ગાળાના રોકાણકારો માટે બનાવાયેલા આ ફંડનો ઉદ્દેશ ભારતમાં હાલ ચાલી રહેલી ઇનોવેશનની લહેરથી મળતી તકો ઝડપવાનો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)