કેબિનેટે રવિ સિઝન માટે રૂ. 22,303 કરોડની ખાતર સબસિડીને મંજૂરી આપી
ઓક્ટોબર 2023-માર્ચ 2024 માટે મંજૂર સબસિડી દરો
ફર્ટિલાઈઝર | ભાવ (કિગ્રાદીઠ) |
નાઇટ્રોજન | રૂ. 47.02 |
ફોસ્ફરસ | રૂ. 20.82 |
પોટાશ | રૂ. 2.38 |
સલ્ફર | રૂ. 1.89 |
અમદાવાદ, 25 ઓક્ટોબરઃ I&B મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવા પર કેબિનેટે રવિ સિઝન માટે P&K ખાતરો માટે ₹22,303 કરોડની સબસિડીને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ફોસ્ફેટિક અને પોટાસિક પર રવી સિઝન 2023-24 (01.10.2023 થી 31.03.2024 સુધી) માટે ખાતરોના સબસિડી (NBS) દરો નક્કી કરવા ખાતર વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આગામી રવી સિઝન 2023-24માં NBS પર રૂ. 22,303 કરોડનો ખર્ચ અપેક્ષિત છે.
P&K ખાતરો પર સબસિડી રવી 2023-24 (01.10.2023 થી 31.03.2024 સુધી લાગુ) માટે મંજૂર દરોના આધારે આપવામાં આવશે, જેથી ખેડૂતોને વાજબી ભાવે આ ખાતરોની સરળતાથી ઉપલબ્ધતા મળી રહે.
સરકાર ખાતર ઉત્પાદકો/આયાતકારો દ્વારા ખેડૂતોને સબસિડીવાળા ભાવે P&K ખાતરના 25 ગ્રેડ ઉપલબ્ધ કરાવી રહી છે. P&K ખાતરો પર સબસિડી 01.04.2010થી NBS યોજના દ્વારા સંચાલિત થાય છે. સરકાર ખેડૂતોને વાજબી ભાવે P&K ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. યુરિયા, ડીએપી, એમઓપી અને સલ્ફરની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને, સરકારે 01.10.23થી 31.03.24 સુધી ફોસ્ફેટિક અને પોટાસિક પર અસરકારક રવી 2023-24 માટે એનબીએસ દરોને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.