ત્રિધ્યા ટેકઃ આઇપીઓ વિગતો એટ એ ગ્લાન્સ

ખુલશે30 જૂન
બંધ થશે5 જુલાઇ
લિસ્ટિંગ તા.13 જુલાઇ
ફેસ વેલ્યૂરૂ. 10
પ્રાઇસબેન્ડરૂ. 35-42
લોટ સાઇઝ3000 શેર્સ
ઇશ્યૂ સાઇઝ6,288,000 શેર્સ
કુલ ઇશ્યૂ સાઇઝરૂ. 26.41 કરોડ
લિસ્ટિંગએનએસઇ ઇમર્જ

અમદાવાદ, 27 જૂનઃ સોફ્ટવેર ડેવલોપમેન્ટ અને સોલ્યુસન્સ સર્વિસ સેક્ટરમાં કામ કરતી અમદાવાદ સ્થિત ત્રિધ્યા ટેક લિમિટેડ તા. 30 જૂનના રોજ એનએસઇ ઇમર્જ ખાતે એસએમઇ આઇપીઓ યોજી રહી છે. શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 35-42ની પ્રાઇસબેન્ડ સાથે રૂ. 26.41 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. જેમાં કંપની 6288000 શેર્સ ઓફર કરશે. કંપનીનો એસએમઇ આઇપીઓ તા. 5 જુલાઇના રોજ બંધ થશે અને તા. 13 જુલાઇના રોજ લિસ્ટિંગ થાય તેવી સંભાવના છે.

આઇપીઓ યોજવાનો હેતુ

1 કંપની રૂ. 17 કરોડની લોન ચૂકવશે, તેનાથી તેનું વ્યાજ ભારણ વર્ષે રૂ. 3 કરોડ ઘટી જશે

2 જનરલ કોર્પોરેટ હેતુઓ માટે

3 કાર્યકારી મૂડીજરૂરીયાતો પૂર્ણ કરવા માટે

કંપનીની કામગીરી વિશે

કંપનીના મહત્વના ક્લાયન્ટ્સ

ઇન્સ્યોરન્સએબી સનલાઇફ, કોટક, મેગ્મા, સોમ્પો, મેક્સ લાઇફ
ઓટોમોબાઇલમહિન્દ્રા ટેક્ટર, પીજો મોટર્સ, ઓટિક્સ ઓટો
ઇકોમર્સમાં100થી વધુ ક્લાયન્ટસ
એનર્જીપ્યુમા એનર્જી, સિંગાપોર

ત્રિધ્યા ટેક ઈ-કોમર્સ, રિયલ એસ્ટેટ, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ, ઈન્સ્યોરન્સ અને અન્ય ક્ષેત્રો જેવા ઉદ્યોગોને આઈટી કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે. કંપની ઇ-કોમર્સ ડેવલપમેન્ટ, એન્ટરપ્રાઇઝ કન્ટેન્ટ મેનેજમેન્ટ, બેસ્પોક વેબ મેનેજમેન્ટ, મોબાઇલ એપ, ડેવલપમેન્ટ, API ડેવલપમેન્ટ, પ્રોડક્ટ સપોર્ટ અને મેઇન્ટેનન્સ, ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ અને ગ્રાફિક ડિઝાઇનને લગતી સેવાઓ પણ પૂરી પાડે છે. કંપની કસ્ટમાઇઝ્ડ સોફ્ટવેર ઉત્પાદનો પ્રદાન કરે છે, જે ઉત્પાદનની આવશ્યકતાના પ્રારંભિક ખ્યાલથી શરૂ થાય છે, આર્કિટેક્ચરની ડિઝાઇન, કોડિંગ અને પરીક્ષણ, ઉત્પાદનની અંતિમ જમાવટ સુધી જમાવટ કરે છે. તે ગ્રાહકોને સમય-સમય પર પોસ્ટ-ડિપ્લોયમેન્ટ સપોર્ટ પણ પૂરો પાડે છે. કંપની પ્રોજેક્ટ મેનેજમેન્ટ, કન્સલ્ટેશન સેવાઓ, જાળવણી અને સહાયક સેવાઓ પણ પૂરી પાડે છે જેથી પ્રોજેક્ટની સફળતાપૂર્વક પૂર્ણતા અને સોફ્ટવેરની આયુષ્ય સુનિશ્ચિત થાય.

મિનિમમ લોટ સાઇઝ 3000 શેર્સ

ApplicationLotsSharesAmount
Retail (Min)13000₹126,000
Retail (Max)13000₹126,000
HNI (Min)26,000₹252,000

કંપનીએ અત્યારસુધીમાં 3 કંપનીઓ હસ્તગત કરી

જાન્યુઆરી 2022માં 100% ઇક્વિટી હસ્તગત કરીને સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની કોન્સેન્ટ્રિક આઇટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (કોન્સેન્ટ્રિક) હસ્તગત કરી

 ડિસેમ્બર 2022માં  100% ઇક્વિટી હસ્તગત કરીને બેસિલરૂટ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (BTPL) હસ્તગત કરી

ડિસેમ્બર-22માં Vedity સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ (Vedity) સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઓ પણ હસ્તગત કરી.

ઇન્ટરનેશનલ માર્કેટમાં કંપનીનો પ્રવેશ

ત્રિધ્યાની આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત હાજરી છે એટલે કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટાલી, જાપાન, મોરેશિયસ, નેધરલેન્ડ, કતાર, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, UAE, UK અને USA. સ્થાનિક બજારમાં, કંપનીનો ગ્રાહક આધાર મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, તેલંગાણા અને કર્ણાટકમાં સ્થિત છે.

કંપનીની નાણાકીય કામગીરી એટ એ ગ્લાન્સ

PeriodAssetsRevenuePATNetWorthReservesBorrowing
Mar-222,548.771,407.48339.461,457.981,309.84705.46
Dec-225,969.661,507.92284.972,030.661,860.353,090.04

બીઇ આઇટી પાસઆઉટ યુવા પ્રમોટર રમેશ મારંડ દ્રારા 2018માં પ્રમોટ કરાયેલી કંપની વાર્ષિક 25 ટકાના દરે ગ્રોથ કરી રહી છે.

ગ્રે માર્કેટ પ્રિમિયમઃ ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર પ્રીમિયમ રૂ. 6 આસપાસ ચાલી રહ્યું હોવાનું જણાય છે. લિસ્ટિંગ સમયે સારો ગ્રોથ જોવા મળે તેવી શક્યતા સાથે ભરવાલાયક ઇશ્યૂ.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)