અમદાવાદ, 20 માર્ચઃ SaaS પ્રોડક્ટ કેન્દ્રિત ફિનટેક સોફ્ટવેર સોલ્યુશન્સના પ્રોવાઇડર ટ્રસ્ટ ફિનટેક લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) મંગળવાર, 26 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન શુક્રવાર, 22 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ ગુરૂવાર, 28 માર્ચ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 63.45 કરોડ (અપર બેન્ડ ઉપર) ઊભા કરવાની તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 95થી રૂ. 101 નિર્ધારિત કરાયો છે તથા લોટ સાઇઝ 1,200 ઇક્વિટી શેર્સનો રહેશે. IPOમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતનો 62,82,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. તેમાં 3.18 લાખ ઇક્વિટી શેર્સ માર્કેટ મેકર, 8.95 લાખ ઇક્વિટી શેર્સ એચએનઆઇ, 11.92 લાખ ઇક્વિટી શેર્સ ક્યુઆઇબી અને 20.88 લાખ ઇક્વિટી શેર્સ રિટેઇલ (આરઆઇઆઇ) પોર્શન માટે અનામત રખાયા છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજરઃ

કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ અને રજીસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે. કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડે અલ્પેક્સ સોલર, એસ્કોનેટ ટેક્નોલોજીસ, રોકિંગડીલ્સ, એસેન્ટ માઇક્રોસેલ, ઓરિયાના પાવર, દ્રોણાચાર્ય અને ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ વગેરે સહિતની કંપનીઓના એસએમઇ IPOની સફળ કામગીરી નિભાવી છે.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

કંપની આઈપીઓ મારફતે એકત્રિત થનારા ભંડોળનો ઉપયોગ નાગપુરમાં મિહાન એસઈઝેડ ખાતે નવી સુવિધા વિકસાવવા, હાર્ડવેરને લગતી પ્રક્રિયા કરવા તથા આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા, વર્તમાન ઉત્પાદનોને વધારવા, જાળવણી કરવા, અપગ્રેડ કરવા, તેના વૈશ્વિક તથા સ્થાનિક બિઝનેસના ડેવલપમેન્ટને ભંડોળ પૂરું પાડવા, સેલ્સ, માર્કેટિંગ અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોને પૂરા કરવા માટે થશે.

ટ્રસ્ટ ફિનટેકના પ્રમોટર્સ હેમંત ચાફલે, હેરમ્બા રામકૃષ્ણ, મંદાર કિશોર દેવ દ્વારા એકીકૃત બેન્કિંગ તથા ફાયનાન્સિયલ ઈકો-સિસ્ટમ માટે સુરક્ષિત કોર બેન્કિંગ સોલ્યુશન તથા વિશ્વ સ્તરની ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. કંપની છેલ્લા 25 વર્ષમાં  વિકસિત કરવામાં આવેલ છે, પોતાના વર્તમાન બિઝનેસ મોડલ તથા ઉત્પાદન મોડલ તથા પ્રોડક્ટ વર્ઝન અપનાવી રહ્યા છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

નાણાકીય નિવેદનો ફરી રજૂ કરવામાં આવ્યા પ્રમાણે ટ્રસ્ટ ફિનટેકે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન રૂ. 18.82 કરોડની આવક અને રૂ. 7.27 કરોડનો નફો (પીએટી) નોંધાવેલ છે. નાણાકીય વર્ષ 2022-23માં તેણે રૂ. 22.54 કરોડની આવક અને રૂ. 4.02 કરોડ પીએટી નોંધાવ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)