અમદાવાદઃ મંગળવારે અપેક્ષા અનુસાર ભારતીય શેરબજારો ગેપડાઉન સાથે ખુલ્યા છે અને સવારે 9.26 કલાકની સ્થિતિ અનુસાર સેન્સેક્સ 133 પોઇન્ટ અને નિફ્ટી 26 પોઇન્ટના ગેપડાઉનથી ચાલી રહ્યા હતા. પરંતુ થોડી જ ક્ષણોમાં સેન્સેક્સ 20 પોઇન્ટ અપ થયા બાદ ફરી 42 પોઇન્ટ ડાઉન થયો હતો. આમ વોલેટિલિટિ વચ્ચે માર્કેટ્સ અથડાઇ રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ દ્વારા વધારાના તીવ્ર વ્યાજ-દર વધારાની આશંકાથી યુ.એસ. શેરબજારોમાં નરમાઇ વચ્ચે ડાઉ ડાઉ જોન્સ 1.9% અને S&P 500 2.1% ઘટ્યા છે. Nasdaq 2.5% ઘટ્યો છે. 10-વર્ષની ટ્રેઝરી નોટ પરની યિલ્ડ શુક્રવારના 2.987%થી વધીને 3.035% થઈ. બજાર 25-27 ઓગસ્ટના રોજ યોજાનારા ફેડના ચેરમેન જેરોમ પોવેલના ભાષણની રાહ જોઈ રહ્યું છે. જેમાં તેઓ ફુગાવા સામે લડવા માટે કેન્દ્રીય બેંકના પ્રયત્નો અંગે અપડેટ આપે તેવી અપેક્ષા છે.
યુએસ બજારોમાં નબળાઈ વચ્ચે બેન્કિંગ અને આઈટી શેરોમાં તીવ્ર વેચવાલી સાથે ભારતીય શેરબજારોમાં પણ નરમાઇનો માહોલ છે.
દેશની ઇકોનોમિમાં મહત્તમ હિસ્સો ધરાવતાં કૃષિ સેક્ટર અંગે કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચિંતાઓ વધી છે કારણ કે ડાંગરની વાવણી ચાલુ રહી છે કારણ કે ચાલુ ખરીફ સિઝનના છેલ્લા સપ્તાહ સુધી મુખ્ય ખરીફ પાક હેઠળનો વિસ્તાર 8.25% ઓછો 343.70 લાખ હેક્ટર હતો. વધતા વ્યાજ દર, નાણાકીય ખેંચ અને કોમોડિટી ખર્ચમાં અસ્થિરતા જેવા બહુવિધ નકારાત્મક કારણો વચ્ચે પણ નિફ્ટીએ ડિસેમ્બર 21થી વૈશ્વિક બજારોને પાછળ રાખી દીધા છે. પરંતુ એકતરફ DIIએ વેચવાનું શરૂ કર્યું છે, ત્યારે FIIએ ઓગસ્ટ-22માં અત્યાર સુધીમાં રૂ. 445 અબજની ખરીદી કરી છે. કમાણીની મજબૂત સિઝન ઊંચી આવક વૃદ્ધિ સાથે સમાપ્ત થઈ છે. પરંતુ કોમોડિટી ફુગાવાના કારણે માર્જિન પર દબાણ ચાલુ રહ્યું છે. તે ઉપરાંત રૂપિયામાં ઘટાડો, વેપાર ખાધ અને વૈશ્વિક ક્રૂડના ભાવમાં અસ્થિરતાની ચિંતાના સંદર્ભમાં નજીકના ગાળાની નકારાત્મકતાઓ અર્થતંત્ર અને ઇક્વિટી બજારો પર દબાણ ચાલુ રાખે છે. મંગળવારે પણ બજારમાં ગેપ અપ- ડાઉનની સ્થિતિ જારી રહેવાની દહેશત બજાર પંડિતો, નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ કરી રહ્યા છે.


નિફ્ટી કાઉન્ટર ઉપર નેગેટિવ ઓપનિંગ ધરાવતાં શેર્સઃ વીપ્રો, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનો., તાતા મોટર્સ


નિફ્ટી કાઉન્ટર ઉપર પોઝિટિવ ઓપનિંગ ધરાવતાં શેર્સઃ એનટીપીસી, પાવરગ્રીડ કોર્પોરેશન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા