અમદાવાદ: ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ 24 ઓગસ્ટ, 2022ને બુધવારે ખૂલી રહ્યો છે. કંપનીએ ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 308થી ₹ 326 નક્કી કરી છે.

બિડ્સ લઘુતમ 46 ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી 46 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. આઇપીઓમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો દ્વારા 17,242,368 સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે. વેચાણ માટેની ઓફરમાં મુકેશ યાદવના 6,531,200 ઇક્વિટી શેર, દિનેશ નાગપાલના 6,531,200 ઇક્વિટી શેર અને લિબેરથા પીટર કલ્લાટ દ્વાર 4,179,968 ઇક્વિટી શેર સામેલ હશે. બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) ઇક્વિરસ કેપિટલ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ છે.

શેરદીઠ પ્રાઇસ બેન્ડ₹ 308થી ₹ 326
બિડ/ઓફર ખુલશે24 ઓગસ્ટે
બિડ/ઓફર બંધ થશે26 ઓગસ્ટે
ફ્લોર પ્રાઇસફેસ વેલ્યુથી 154 ગણી
કેપ પ્રાઇસફેસ વેલ્યુથી 163 ગણી
બિડ લઘુતમ46 શેર અને, 46 શેરના ગુણાંકમાં
શેરની વેચાણ ઓફર17,242,368 શેર્સ
લિસ્ટિંગBSE, NSE

કંપની વિશેની માહિતી

DreamFolks ભારતનું સૌથી મોટું એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર પ્લેટફોર્મ છે, જે એસેટ લાઇટ, મૂડી કાર્યક્ષમ બિઝનેસ મોડલ સાથે ઉદ્યોગનું ઇન્ક્યુબેટર છે. DreamFolks’ ભારતમાં કાર્યરત તમામ કાર્ડ નેટવર્કને સેવાઓ પૂરી પાડે છે જેમાં Visa, Mastercard, Diners/Discover, RuPay; ICICI બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક (ડેબિટ કાર્ડ લાઉન્જ પ્રોગ્રામના સંદર્ભમાં) અને SBI કાર્ડ્સ સહિત ભારતના ઘણા જાણીતા કાર્ડ ઇશ્યુઅર્સનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષાન્ત સુધીમાં કંપની 95 ટકાથી વધુ બજાર હિસ્સો હાંસલ કરે તેવી સંભાવના છે. ભારતમાં કંપની 50થી વધુ ક્લાયન્ટ્સ ધરાવે છે. DreamFolks વિશ્વના 121 દેશોમાં 1,416 ટચ-પોઇન્ટ્સ સુધી વિસ્તરેલી છે, જેમાંથી 244 ટચ-પોઇન્ટ્સ ભારતમાં અને 1,172 ટચ-પોઇન્ટ્સ વિદેશમાં છે.

નાણાકીય પરીણામો ઉપર એક નજર (રૂ. કરોડ)

વર્ષાન્તઆવકચો. નફો
31-Mar-20367.8131.68
31-Mar-21108.11-1.45
31-Mar-22283.9916.25

રિટેલ પોર્શનમાં અરજી માટેની માહિતી

અરજીલોટશેર્સરકમ
મિનિમમ146₹14,996
મેક્સિમમ13598₹194,948