Upcoming IPOની ગ્રે માર્કેટમાં સ્થિતિ

આઈપીઓગ્રે પ્રીમિયમપ્રાઈસ ટકા
DOMS₹480₹79061%
India Shelter Fin₹–₹493-%
Suraj Estate₹–₹--%
SME IPO   
Net Avenue Tech₹24₹18133%
Graphisads₹–₹111-%
Marinetrans₹3₹2612%
Sheetal Universal₹12₹7017%
Accent Microcell₹160₹140114%
Presstonic Eng.₹–₹72-%
S J Logistics₹75₹12560%
Siyaram Recycling₹–₹46-%

અમદાવાદ, 8 ડિસેમ્બરઃ સેકેન્ડરી માર્કેટની તેજીના માહોલ વચ્ચે પ્રાઈમરી માર્કેટમાંથી ડિસેમ્બર અંત સુધીમાં આઠ કંપનીઓ આઈપીઓ મારફત અંદાજિત રૂ. 6 હજાર કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાંથી 2400 કરોડના બે આઈપીઓ આગામી સપ્તાહે ખૂલશે. જ્યારે 18 ડિસેમ્બરે સુરજ એસ્ટેટ ડેવલપર્સનો રૂ. 400 કરોડનો આઈપીઓ ખૂલશે.

DOMS અને India Shelter Financeનો આઈપીઓ આગામી સપ્તાહે

ડોમ્સ અને ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો આઈપીઓ 13થી 15 ડિસેમ્બર દરમિયાન ખૂલ્લો રહેશે. બંને કંપની રૂ. 1200 કરોડની ઈશ્યૂ સાઈઝ સાથે માર્કેટમાં પ્રવેશશે. ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝની પ્રાઈસ બેન્ડ 750-790 અને ઈન્ડિયા શેલ્ટરની પ્રાઈસ બેન્ડ 469-493 છે. ગુજરાત સ્થિત ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ કંપની છે. જ્યારે ગુરૂગ્રામ સ્થિત ઈન્ડિયા શેલ્ટર હાઉસિંગ ફાઈનાન્સના બિઝનેસમાં 1998થી કાર્યરત છે.

Suraj Estateનો આઈપીઓ 18 ડિસેમ્બરેઃ રિયલ એસ્ટેટ ડેવલપર કંપની સુરજ એસ્ટેટ ડેવલપર્સનો આઈપીઓ 18 ડિસેમ્બરે ખૂલશે અને 20 ડિસેમ્બરે બંધ થશે. કંપની આઈપીઓ હેઠળ રૂ. 400 કરોડ એકત્ર કરવા માગે છે. પ્રાઈસ બેન્ડ હજી જારી થઈ નથી.

ગ્રે માર્કેટમાં પ્રાઈસ બેન્ડ જારી થતાં પ્રીમિયમ વધ્યાં

DOMS Industriesના રૂ. 1200 કરોડના આઈપીઓ માટેની પ્રાઈસ બેન્ડ ગઈકાલે જારી થવાની સાથે જ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 20 ટકા સુધી વધ્યા હતા. આજે DOMS IPO  માટે રૂ. 480 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે તેની અપર ઈશ્યૂ પ્રાઈસ રૂ. 790 સામે 61 ટકા પ્રીમિયમ દર્શાવે છે. ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ માટે હજી કોઈ ગ્રે પ્રીમિયમ ખૂલ્યા નથી. બીજી બાજુ એસએમઈ આઈપીઓ નેટ એવેન્યૂ ટેક્નોલોજીસ માટે રૂ. 18ની ઈશ્યૂ પ્રાઈસ સામે 133 ટકા પ્રીમિયમ જોવા મળ્યા છે.

આ આઈપીઓ કતારમાં

ડિસેમ્બર અંત કે નવા વર્ષ 2024ની શરૂઆતમાં જ આ પાંચ કંપનીઓ આઈપીઓ લાવી શકે છે. જેમાં આરબીઝેડ જ્વેલર્સ, મોતિસન્સ જ્વેલર્સ, મુક્કા પ્રોટિન, હેપ્પી ફોર્જિંગ, અને મુથુટ માઈક્રોફિન લિ. સમાવિષ્ટ છે. મુથુટ માઈક્રોફિન રૂ. 1350 કરોડ, આરબીઝેડ જ્વેલર્સ રૂ. 100 કરોડનો આઈપીઓ લાવી શકે છે.