NCDEX ખાતે જીરૂમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવમાં ઘટાડો
મુંબઇ, ૧૭ મે: વાયદામાં પાકતી મુદત માથે હોવાથી ઉકારોબારમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર સીડનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા.
NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધઘટે અથડાયા હતા. આજે જીરૂનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. કપાસિયા ખોળનાં વાયદા કારોબાર ૯૧ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૧૫૫ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, ગુવાર ગમ, જીરુ, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ધાણા, ગુવાર સીડ, ઇસબગુલ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૭૨૩ રૂ. ખુલી ૫૮૫૭ રૂ., દિવેલનાં ભાવ ૧૧૯૧ રૂ. ખુલી ૧૧૯૧ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૦૧ રૂ. ખુલી ૨૬૨૯ રૂ., ધાણા ૬૮૨૦ રૂ. ખુલી ૬૮૧૪ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૬૮ રૂ. ખુલી ૫૬૨૭ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૪૫૭ રૂ. ખુલી ૧૧૪૫૯ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૫૪૯૦ રૂ. ખુલી ૨૪૮૦૦ રૂ., જીરાનાં ભાવ ૪૫૨૫૦ રૂ. ખુલી ૪૫૯૯૦ રૂ., કપાસનાં ભાવ ૧૬૧૩.૦૦ રૂ. ખુલી ૧૫૯૩. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૭૧૦ ખુલી ૪૬૯૫૦ રૂ. અને હળદરનાં ભાવ ૮૩૬૬ રૂ. ખુલી ૮૪૦૦ રૂ. બંધ રહ્યા હતા.