94 ટકા ગ્રાહકો વિદેશ પ્રવાસ માટે વીમો ખરીદવા ડિજિટલ ચેનલો પર આધાર રાખે છે1/3 જેટલા ગ્રાહકો પ્રવાસ વીમો શોધવા માટે વીમા કંપનીની વેબસાઈટની મુલાકાત લે છે

મુંબઈ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા કરવામાં આવેલું સંશોધન જણાવે છે કે મહામારી પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસે જનારા ભારતીયોમાં પ્રવાસ વીમો ખરીદવાના પ્રમાણમાં ગયા વર્ષના 50 ટકાની વૃદ્ધિની સરખામણીએ 76 ટકાની વૃદ્ધિ થઈ છે. તેનું કારણ એ કે જેઓ વિદેશ પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યાં છે તેમાંથી 94 ટકા લોકો પ્રવાસ વીમો ખરીદશે. વધુમાં, પ્રવાસ વીમાની ખરીદી માટે ડિજિટલ અપનાવવાનું વધુ પ્રમાણ છે, કારણ કે પ્રવાસ વીમો ખરીદવા માગતા 1/3 જેટલા ગ્રાહકો પ્રવાસ વીમો શોધવા માટે વીમા કંપનીની વેબસાઈટની મુલાકાત લે છે, જ્યારે અન્ય 30 ટકા ખરીદી ઓનલાઈન એગ્રીગેટર્સ અને ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ પરથી કરે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે, પ્રવાસ વીમા પ્રત્યે ગ્રાહકની ધારણાને સમજવા માટે, પ્રવાસીઓની ખરીદીની વર્તણૂકોને સમજવા માટે સર્વેક્ષણ હાથ ધર્યું હતું. આ સર્વે લિઝર અને બિઝનેસ ટ્રાવેલ, વીમો ખરીદવાની ઈચ્છા અને વર્તમાન પરિસ્થિતિઓમાં પ્રવાસ વીમાનું મહત્વ અને કોવિડ સંબંધિત કવરેજ માટે જાગૃતિ વચ્ચેના તફાવતને સમજવામાં પણ મદદ કરે છે. અભ્યાસ એ પણ દર્શાવે છે કે મહામારી પછીનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ વધુ હેતુ આધારિત છે, એટલે કે, વ્યવસાય/કામ અને તબીબી કારણોસર પ્રવાસ કરાઈ રહ્યો છે. 1/4 થી વધુ ગ્રાહકોએ કોવિડ મેડિકલ કવરને લીધે પ્રવાસ વીમા પૉલિસીઓ ખરીદી છે. આ ઉપરાંત, મહામારી પછી એશિયા અને ઓસ્ટ્રેલિયાની જેમ યુએસએ/કેનેડા (1.6x) અને યુરોપ (1.4x) ના પ્રવાસમાં વૃદ્ધિ જોવા મળી છે. સંશોધન પર ટિપ્પણી કરતા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું કે, “અમારું સંશોધન સૂચવે છે કે મહામારી ફાટી નીકળવાના કારણે પ્રવાસ વીમાના મહત્વ વિશે જાગૃતિ વધી છે. મહામારી પહેલા, માત્ર 50 ટકા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ પ્રવાસ વીમો ખરીદ્યો હતો, પરંતુ મહામારી પછી, તે સંખ્યા વધીને 76 ટકા થઈ ગઈ છે.  હવે ફરી  ‘રિવેન્જ ટ્રાવેલ’ પ્રચલિત થઈ રહ્યું છે તે સાથે, અમે એક વિશાળ તક જોઈ રહ્યા છીએ અને એક તૃતીયાંશ ઉત્તરદાતાઓએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને પસંદગીના ભાગીદાર તરીકે પસંદ કર્યા છે.”