• એનએફઓ ખુલશેઃ તા. 28 માર્ચ
  • એનએફઓ બંધ થશેઃ તા. 5 એપ્રિલ
  • ન્યૂ ફંડ ઓફર પ્રાઇસઃ એનએફઓ ગાળા દરમિયાન યુનિટદીઠ ₹10
  • એપ્લિકેશનની લઘુતમ રકમઃ ₹5,000 અને પછી ₹1/-ના ગુણાંકમાં
  • એનએફઓ બાદ લઘુતમ રકમઃ ₹1,000/- છે અને ₹1/-ના ગુણાંકમાં છે
  • સ્કીમના ફંડ મેનેજરઃ યુટીઆઈ એએમસી પેસિવ, આર્બિટ્રેજ અને ક્વાન્ટ સ્ટ્રેટેજીસના હેડ શ્રવણ કુમાર ગોયલ

યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ (યુટીઆઈ)એ નિફ્ટી મિડકેપ 150 ક્વોલિટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઇ)નું રેપ્લિકેશન/ટ્રેકિંગ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ – યુટીઆઈ નિફ્ટી મિડકેપ 150 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું છે. ન્યૂ ફંડ ઓફર 28 માર્ચ, 2022ના રોજ ખુલી છે અને 05 એપ્રિલ, 2022ના રોજ બંધ થશે. સ્કીમ 15 એપ્રિલ, 2022થી સબસ્ક્રિપ્શન અને રિડેમ્પ્શન માટે ફરી ખુલશે. આ ફંડ ઓફર પર ગોયલે કહ્યું હતું કે, નિફ્ટી મિડકેપ 150 ક્વોલિટી 50 ઇન્ડેક્સ સ્ટોક સ્તરે વિવિધતાસભર રોકાણની તક ઓફર કરે છે અને મહત્તમ ભાર નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાં સ્ટોકના વેઇટથી 5 ટકા કે 5 ગણું ઓછું ધરાવતા દરેક સ્ટોકની ફાળવણી પર આપશે. તેમણે ઉમેર્યું હતું કે, યુટીઆઈ નિફ્ટી મિડકેપ 150 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ ઓછો ખર્ચ ધરાવતું સ્માર્ટ બીટા ઇન્ડેક્સ ફંડ છે, જે નિફ્ટી મિડકેપ 150 ક્વોલિટી 50 ઇન્ડેક્સનું પેસિવ ટ્રેકિંગ કરે છે. અમારી નવી પ્રસ્તુત થયેલી સ્કીમ ટ્રેકિંગની લઘુતમ ખામી સાથે અંતર્ભૂત ઇન્ડેક્સના વળતરને સમકક્ષ વળતર હાંસલ કરવાનો પ્રયાસ કરશે.

યુટીઆઈ નિફ્ટી મિડકેપ 150 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડની હાઇલાઇટ્સ

  • લાયકાત ધરાવતા રોકાણકારો
    • વાજબી આર્થિક મૂલ્ય આપી શકે એવા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત વ્યવસાયોમાં રોકાણ કરતા મિડકેપ સેગમેન્ટમાં રોકાણ કરવાની તક શોધતા રોકાણકારો માટે
    • પેસિવ ફંડમાં રોકાણ કરવા ઇચ્છતાં રોકાણકારો માટે, જેઓ પોર્ટફોલિયો બનાવવા શિસ્તબદ્ધ અભિગમને અનુસરે છે, ત્યારે ગુણવત્તાની પસંદગીની નિર્ધારિત પ્રક્રિયાને વળગી રહે છે
  • ઉપલબ્ધ પ્લાન્સ અને વિકલ્પો
    • રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાનઃ બંને પ્લાન ગ્રોથ ઓપ્શન જ ઓફર કરે છે
    • લોડનું માળખુઃ એન્ટ્રી લોડ: NIL, એક્ઝિટ લોડ: NIL
  • બેન્ચમાર્ક ઇન્ડેક્સઃ નિફ્ટી મિડકેપ 150 ક્વોલિટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઇ)