અમદાવાદ, 20 ફેબ્રુઆરી: ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં 51 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ હસ્તાંતરણ સાથે વૈશાલી ફાર્મા ડબલ્યુએચઓ-જીએમપી તથા બીજી આંતરરાષ્ટ્રીય નિયામકીય માર્ગદર્શિકાઓનું પાલન કરતી ઉત્પાદન સુવિધા પ્રાપ્ત કરશે. ઉલ્લેખનીય છે કે કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાઓ નાઇજીરિયા, કેન્યા, યુગાન્ડા, કોંગો, ઘાના, મડાગાસ્કર, રવાન્ડા, એંગોલા, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન, મ્યાંમાર, ફિલિપાઇન્સ અને કમ્બોડિયા જેવાં દેશની નિયામકીય સંસ્થાનોની મંજૂરી ધરાવે છે. આ મંજૂરીઓ કેસર ફાર્મા દ્વારા જાળવાયેલા ઉચ્ચ ધોરણો હાઇલાઇટ કરે છે તથા વૈશાલી ફાર્માની વૈશ્વિક ક્ષમતાઓને વધુ મજબૂત કરે છે. આ સંપાદન દ્વારા વૈશાલી ફાર્મા આગામી બે વર્ષમાં રૂ. 300 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય ધરાવે છે.

 વૈશાલી ફાર્માના ચેરમેન અતુલ વસાણીએ જણાવ્યું હતું કે, આ હસ્તાંતરણ બંન્ને કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. કેસર ફાર્મા સાથે મળીને અમારો ઉદ્દેશ્ય તેની અદ્યતન ઉત્પાદન સુવિધાના મહત્તમ ઉપયોગ સાથે ઉદ્યોગના સર્વોચ્ચ ધોરણો જાળવવાનો છે. કેસર ફાર્માના ડાયરેક્ટર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, આ હસ્તાંતરણથી કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાનો બેસ્ટ ઉપયોગ સુનિશ્ચિત કરવાની સાથે-સાથે ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો જાળવી શકાશે. વૈશાલી ફાર્માની કુશળતા અને વૈશ્વિક નેટવર્ક સાથે અમે અમારા ઉત્પાદનમાં વધારો કરી શકીશું તથા અમારી બજાર ઉપસ્થિતિને વિસ્તારી શકીશું. આ સંપાદન એબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (અગાઉ એબાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ તરીકે જાણીતી) દ્વારા કરવામાં આવ્યું હતું,જેણે વ્યૂહાત્મક સલાહકાર સેવાઓ પૂરી પાડી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)