મુંબઈ, 17 ઓક્ટોબર: મુંબઈ સ્થિત ટેક્નોલોજી સોલ્યુશન્સ કંપની, વરેનિયમ ક્લાઉડ લિમિટેડે કુલ આવક અને ચોખ્ખા નફામાં મજબૂત વૃદ્ધિ સાથે બિઝનેસ ઓપરેશન્સમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 23-24ના છ મહિના (પ્રથમ અર્ધવાર્ષિક ગાળો) માટે રૂ. 96.25 કરોડનો સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જેની સામે નાણાંકીય વર્ષ 22-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 26.37 કરોડનો ચોખ્ખો નફો હતો જે વાર્ષિક ધોરણે 265%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 23-24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે ઓપરેશન્સમાંથી કુલ આવક રૂ. 377.33 કરોડ નોંધવામાં આવી હતી, જે નાણાંકીય વર્ષ 22-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 123.55 કરોડની કુલ આવકની સરખામણીમાં વાર્ષિક ધોરણે 205.4% વધુ હતી. નાણાંકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે ઈપીએસ રૂ. 22.44 પ્રતિ શેર હતી.

Financial Highlights (Standalone)  (Amount in Cr)

 H1FY24H1FY23Y-O-YFY23
Income377.33123.55205.4%383.37
PBT128.6135.25265.0%117.18
Net Profit96.2526.37265.0%85.46

તાજેતરમાં, EVLI ઇમર્જિંગ ફ્રન્ટિયર ફંડે 11 ઓક્ટોબર અને 12 ઓક્ટોબર, 2023ના રોજ બલ્ક ડીલ દ્વારા કંપનીમાં કુલ 4.76 લાખ શેર ખરીદ્યા છે. ફંડે કંપનીમાં કુલ રૂ. 10.45 કરોડ રોકાણ કર્યું છે.

9 ઓક્ટોબર 2023ના રોજ મળેલી બોર્ડ મીટીંગમાં કંપનીએ બિઝનેસ ઓપરેશનને વિસ્તારવા માટે યુએસએ અને યુએઈમાં સબસિડિયરી કંપનીઓ ખોલવાની મંજૂરી આપી છે. વિનાયક વસંત જાધવની તાત્કાલિક અસરથી કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

કંપનીની આવક નાણાંકીય વર્ષ 22માં રૂ. 35.35 કરોડની આવક સામે નાણાંકીય વર્ષ 23માં 984% વધીને રૂ. 383.37 કરોડ થઈ છે. ચોખ્ખો નફો પણ નાણાંકીય વર્ષ 22માં રૂ. 8.4 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 917% વધીને રૂ. 85.46 કરોડ થયો છે. માર્ચ 2023 સુધીમાં અનામત અને સરપ્લસ રૂ. 91.22 કરોડ અને સંપત્તિ રૂ. 183.99 કરોડ નોંધાઈ હતી.