વેદાંતા રિસોર્સીસ: વર્ષ 2025માં 6.5 અબજ ડોલરના એબિટાની ધારણા
અમદાવાદ, 3 જૂનઃ લંડન સ્થિત વેદાંતા રિસોર્સીસ લિમિટેડે (વીઆરએલ) મેટલના ઊંચા ઉત્પાદન અને ખર્ચ કાર્યક્ષમતાના પગલે મજબૂત ઓપરેશનલ પર્ફોર્મન્સ સાથે નાણાંકીય વર્ષ 2024 પૂરું કર્યું છે. કંપની નાણાંકીય વર્ષ 2025માં વિક્રમી એબિટા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. વીઆરએલે બે વર્ષમાં 3.7 અબજ ડોલરનું દેવું ઘટાડીને તેના ડિલિવરેજિંગ ટાર્ગેટ્સને આઉટપર્ફોર્મ કર્યા છે જે ટાર્ગેટ કરતાં એક વર્ષ વહેલું છે. કંપની આગામી ત્રણ વર્ષમાં 3 અબજ ડોલરનું દેવું ઘટાડવાની યોજના ધરાવે છે જે પૈકી 0.5 અબજ ડોલરનું દેવું નાણાંકીય વર્ષ 2025ના પહેલા બે મહિનામાં જ ઘટાડી દેવાયું છે.
કંપની ચાલુ નાણાંકીય વર્ષમાં 6.5 બિલિયન ડોલરની વિક્રમી એબિટાની અપેક્ષા રાખે છે જે ચાલુ પ્રોજેક્ટ્સ, ખર્ચ કાર્યક્ષમતા અને મેટલના ભાવોથી વોલ્યુમ વૃદ્ધિને સમર્થન આપે છે જ્યારે મજબૂત મુક્ત રોકડ પ્રવાહ ડિલિવરેજિંગ વ્યૂહરચનાને મજબૂત કરવાનું ચાલુ રાખશે.
આ શક્તિઓથી વીઆરએલના બોન્ડ્સને લાભ થયો છે જેમાં ઉપજમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે કારણ કે તેઓ ફેસ વેલ્યુની નજીક ટ્રેડ કરે છે, જે બેલેન્સ શીટ અને ઉચ્ચ ધિરાણ શક્તિને દર્શાવે છે. આ કંપની માટે વધુ ફ્લેક્સિબલ રિફાઇનાન્સિંગ રેટના દરવાજા ખોલે છે.
નાણાંકીય વર્ષ 2024 માટે વીઆરએલે 17.1 બિલિયન યુએસ ડોલરની આવક પર 4.7 બિલિયન ડોલરની તેની બીજી સૌથી વધુ એબિટા નોંધાવી હતી. તેના બિઝનેસ યુનિટ્સે સિલ્વર, કાસ્ટ મેટલ એલ્યુમિનિયમ અને અન્ય મહત્વની મેટલ્સનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન કર્યું છે. કંપનીએ તેનું કુલ દેવું 1 અબજ ડોલર ઘટાડીને 32 ટકાનું એડજસ્ટેડ એબિટા માર્જિન પ્રદાન કર્યું હતું. ખર્ચ બચતના પરિણામે એબિટામાં 287 મિલિયન યુએસ ડોલરનો વધારો થયો હતો, જેના લીધે કંપનીએ 2 અબજ યુએસ ડોલરની રોકડ અને રોકડ સમકક્ષ સાથે વર્ષ પૂરું કર્યું હતું. વીઆરએલે નાણાંકીય વર્ષ 2023-24માં 25 ટકાના મજબૂત રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય્ડ (ROCE) દર્શાવ્યું હતું જે નાણાંકીય વર્ષ 2022-23માં 20 ટકાની સરખામણીએ વાર્ષિક ધોરણે 512 બેસિસ પોઇન્ટ્સ વધુ હતું.
ગ્રૂપના લિસ્ટેડ ભારતીય એકમ વેદાંતા લિમિટેડે તાજેતરમાં બિઝનેસના વર્ટિકલ વિભાજનની દરખાસ્ત કરી છે અને ભારતીય શેરબજારો પર પાંચ એકમોનું લિસ્ટિંગ થશે. આ કામગીરી આ વર્ષના અંત સુધીમાં પૂરી થવાની ધારણા છે. યોજના મુજબ આ એક સરળ વર્ટિકલ સ્પ્લિટ હશે, જેમાં વેદાંતા લિમિટેડના દરેક એક શેર માટે વર્તમાન શેરધારકોને નવી લિસ્ટ થનારી પાંચ કંપનીઓમાંથી એક શેર મળશે. આ ડિમર્જરથી એલ્યુમિનિયમ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, સ્ટીલ અને ફેરસ મટિરિયલ્સ અને બેઝ મેટલ બિઝનેસની સ્વતંત્ર કંપનીઓ અસ્તિત્વમાં આવશે જ્યારે હાલની ઝિંક અને નવા ઊભા થનારા બિઝનેસીસ વેદાંતા લિમિટેડ હેઠળ રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)