વેરાંડા લર્નિંગ સોલ્યુશન્સ રૂ. 1,000 કરોડ સુધીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇશ્યૂ કરશે
ચેન્નઈ, 30 ઓક્ટોબરઃ શિક્ષણ ક્ષેત્રે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પૂરા પાડતી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની વેરાંડા લર્નિંગ સોલ્યુશન્સ લિમિટેડ નાણાંકીય વર્ષ 2025માં રૂ. 600 કરોડની આવકના લક્ષ્યાંકને હાંસલ કરવાનું ધ્યેય રાખે છે. 27 સપ્ટેમ્બર, 2024ના રોજ તેની છટ્ઠી વાર્ષિક સાધારણ સભામાં કંપનીએ તેની વૃદ્ધિ તથા વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, બોન્ડ્સ અથવા અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇશ્યૂ કરીને રૂ. 1,000 કરોડ સુધીની ઋણ મર્યાદા વધારવાને મંજૂરી આપી હતી.
વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઓપરેટિંગ આવકો રૂ. 118.99 કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષના આ જ ગાળામાં રૂ. 68.90 કરોડની આવક કરતા 72.69 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની એબિટા પાંચ ગણી વધીને રૂ. 27.61 કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષના આ જ ગાળામાં રૂ. 5.64 કરોડ કરતાં નોંધપાત્ર રીતે વધુ હતી.
વેરાંડા લર્નિંગ સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચેરમેન સુરેશ કલપતિએ જણાવ્યું હતું કે અમે નાણાંકીય વર્ષ 2025માં રૂ. 600 કરોડના આવકના લક્ષ્યને હાંસલ કરવાના અમારા લક્ષ્યમાં અડગ છીએ. તાજેતરમાં, વેરાંડા લર્નિંગની કંપની Veranda HigherEd ભારતના વર્કિંગ પ્રોફેશનલ્સ માટે ઓસ્ટ્રેલિયા સ્થિત યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સિડની (યુટીએસ) સાથે ભાગીદારીમાં બે આધુનિક શોર્ટ કોર્સીસ શરૂ કર્યા છે. ઓફરિંગમાં ડિજિટલ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ અને બિઝનેસ એનાલિટિક્સના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે, જે પ્રોફેશનલ્સને આજના ગતિશીલ વ્યાપાર વાતાવરણમાં ખીલવા માટે જરૂરી કુશળતાથી સજ્જ કરવા માટે બનાવવામાં આવ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)