અમદાવાદ, 21 જાન્યુઆરીઃ રિટેલ કેન્દ્રિત નોન-ડિપોઝીટ લેતી એનબીએફસી અને આરબીઆઈના સ્કેલ આધારિત નિયમનો હેઠળ એનબીએફસી-મીડલ લેયર તરીકે વર્ગીકૃત વેરિટાસ ફાઇનાન્સ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ડ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે.

ડાયવર્સિફાઇડ, રિટેલ કેન્દ્રિત એનબીએફસી તરીકે તે મુખ્યત્વે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ) તથા સ્વ-રોજગારી ધરાવતા લોકોને નાની બિઝનેસ લોન આપે છે અને છેલ્લા થોડા વર્ષોમાં તેણે હોમ લોન તથા યુઝ્ડ કમર્શિયલ વ્હીકલ લોન્સ સહિતના તેના વ્યવસાયમાં વિસ્તાર કર્યો છે. રૂ. 2,800 કરોડ સુધીની પબ્લિક ઓફરમાં રૂ. 600 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (“THE FRESH ISSUE”) અને ઇક્વિટી શેર દીઠ રૂ. 10ની ફેસ વેલ્યુના વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 2,200 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર (“OFFER FOR SALE”)નો સમાવેશ થાય છે. આ પબ્લિક ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન (“EMPLOYEE RESERVATION PORTION”) માટે ઇક્વિટી શેર્સના રિઝર્વેશનનો પણ સમાવેશ થાય છે.

કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો ઓનવર્ડ લેન્ડિંગ માટે કંપનીની ભાવિ વ્યાપારી જરૂરિયાતોનેં પહોંચી વળવા માટે તેના મૂડી આધારને વધારવા માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

કંપની બીઆરએલએમ સાથે ચર્ચા કરીને આરઓસી (“PRE-IPO PLACEMENT”) સાથે હેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરતા પહેલા લાગુ નિયમો હેઠળ રૂ. 120 કરોડ સુધીના મૂલ્યની ચોક્કસ સિક્યોરિટીઝના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ અંગે વિચારણા કરી શકે છે. જો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પૂર્ણ થઈ જાય, તો બીઆરએલએમ સાતે ચર્ચા કરીને કંપની દ્વારા તેની કિંમત નક્કી કરવામાં આવશે. જો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પૂરું થઈ જાય તો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ માટે એકત્રિત કરાયેલી રકમને ફ્રેશ ઇશ્યૂમાંથી બાદ ઘટાડવામાં આવશે જે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) નિયમો, 1957ના નિયમ 19(2)(બી), સુધારેલ, ના પાલનને આધીન રહેશે.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ, જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા ઈક્વિટી શેરનેBSE અને NSEપર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)