વર્ટેક્સ હાઇડ્રોજને UKના ઉદ્યોગોનું 1,000 મેગાવોટ હાઇડ્રોજનનો પુરવઠો પૂરો પાડવા સમજૂતી
મુંબઈ/સ્ટેનલૉ: ઊર્જા સંક્રમણ કે પરિવર્તનમાં લીડર વર્ટેક્સ હાઇડ્રોજન (“વર્ટેક્સ”)એ એસ્સારની એલ્સમેરે પોર્ટમાં સાઇટ – હાયનેટ નોર્થ વેસ્ટ ક્લસ્ટરનું હાર્દમાં યુકેનું પ્રથમ મોટા પાયાનું, લૉ કાર્બન હાઇડ્રોજન ઉત્પાદન કેન્દ્ર વિકસાવ્યું છે. વર્ટેક્સે હવે વિસ્તારમાં ઉદ્યોગજગતની અગ્રણી કંપનીઓને 1,000 મેગાવોટ લૉ કાર્બન હાઇડ્રોજનનો પુરવઠો પૂરો પાડવા સમજૂતીઓ કરી છે. આ પ્રોજેક્ટ વિસ્તારના ઔદ્યોગિક ઉત્સર્જનમાં 10 ટકાથી વધારે ઘટાડો કરવા હાયનેટ પ્રોજેક્ટ દ્વારા સંગ્રહ થનાર 1.8 મિલિયન ટન કાર્બન ડાયોકસાઇડ (CO2)ને ઝડપશે – જે માર્ગો પરથી 750,000 કારના ઉત્સર્જનને સમકક્ષ છે. આ પ્રોજેક્ટ હાઇડ્રોજન પ્લાન્ટ તથા સંલગ્ન વિસ્તારમાં હાઇડ્રોજનના પરિવહન અને સંગ્રહ માળખામાં £2 અબજથી વધારેનું સીધું રોકાણ કરશે – જે આ વિસ્તારમાં આવશ્યક રોજગારીનું સર્જન અને તેમાં વધારો કરશે. આ ઉપભોક્તાઓ નોર્થ વેસ્ટમાં ઉત્પાદનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 340,000 લોકોને રોજગારી આપે છે. એમાં પર્યાવરણને અનુરૂપ ઉડ્ડયન ઇંધણો, ગ્લાસ અને સિમેન્ટ ઉદ્યોગોમાં ઇનોવેટર્સ પણ સામેલ છે.
એનસર્કના મેનેજિંગ ડિરેક્ટર એડ્રિયન કરીએ કહ્યું કે અમારો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં નેટ ઝીરો બોટલ્સ ઉત્પાદન કરવાનો છે. ગ્લાસ આવશ્યક સામગ્રી છે અને ઘણી રીતે સસ્ટેઇનેબ્લ છે. એસ્સાર ઓઇલ યુકેના સીઇઓ દીપક મહેશ્વરીએ ઉમેર્યું હતું કે અમારી ઓફટેક સમજૂતી અને અમારી અન્ય પહેલો અમારા વ્યૂહાત્મક લક્ષ્યાંકો પ્રદાન કરવા સ્પષ્ટ કામગીરી તરફ અમને લઈ જવાનું સતત ઉદાહરણ છે.
ટાટા કેમિકલ્સ યુરોપના મેનેજિંગ ડિરેક્ટર માર્ટિન એશક્રોફ્ટે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરની સીએચપી સુવિધામાં ઉત્સર્જનના સ્તરમાં વધારે ઘટાડો કરવાની વાસ્તવિક તક તરીકે લૉ કાર્બન હાઇડ્રોજન સેગમેન્ટને જોઈએ છીએ. પિલ્કિંગ્ટન યુનાઇટેડ કિંગ્ડમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નીલ સીડરે કહ્યું કે અમે વર્ષ 2050 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના અમારા એનએસજી ગ્રૂપના લક્ષ્યાંક પ્રત્યે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. કુદરતી ગેસને બદલે હાઇડ્રોજનનો ઉપયોગ કરીને ફ્લોટ ગ્લાસ ફર્નેસનો ઉપયોગ કરીને દહન કરવું કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની અમારી વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ છે.